તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • એક્ટિવા ચાલકે ટ્રાફિક જવાનને લાફો ઝીંકી દીધો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એક્ટિવા ચાલકે ટ્રાફિક જવાનને લાફો ઝીંકી દીધો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ . વડોદરા
અલકાપુરી પેટ્રોલપંપ પાસે ફરજ બજાવતા ટ્રાફિક બ્રિગ્રેડના જવાને અકસ્માતના કારણે ઝઘડતા બે વાહન ચાલકોને છોડાવવા જતાં એકિટવા ચાલકે તેમને લાફો મારી દીધો હતો. પોલીસે તેની સામે ગુનો નોંધી ધરપકડ કરી હતી. ઉપરાંત સિગ્નલ તોડીને વાહન હંકારનાર બાઇક ચાલક સામે પણ ગુનો નોંધાયો હતો.
અકોટા રામપુર સ્થિત વુડાના મકાનમાં રહેતા ઇમ્તિયાઝ અહેમદ પઠાણ ટ્રાફિક બ્રિગ્રેડમાં ફરજ બજાવે છે. મંગળવારે બપોરે તેમની ડયૂટી અલકાપુરી પેટ્રોલપંપ સ્થિત ત્રણ રસ્તા પર હતી. સાંજે પોણા આઠ વાગ્યાના સુમારે અલકાપુરી ગરનાળા તરફથી એક બાઇક ચાલક સિગ્નલની સાઇડ તોડીને જતો હતો. તે આગળ ચાલતા એક્ટિવા સાથે અથડાયો હતો. અકસ્માતના પગલે બંને વચ્ચે બોલાચાલી થઇ હતી.
રસ્તા પર ઝઘડતા બંનેને છોડાવવા માટે ટ્રાફ્રિક બ્રિગ્રેડના જવાન જતાં એક્ટિવા ચાલક જગદીશ રાણાભાઇ ભરવાડે અપશબ્દો બોલી લાફો મારી દીધો હતો. નજીકમાં જ ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલે કંટ્રોલરૂમમાં કોલ કરતા ંગોત્રી પોલીસ દોડી ગઇ હતી. પોલીસે જગદીશ ભરવાડની ધરપકડ કરી હતી. ઉપરાંત અલકાપુરી ગરનાળા તરફથી સાઇડ બંધ હોવા છતાં સિગ્નલ તોડીને જતા બાઇક ચાલક કિરીટ નટવરભાઇ પ્રજાપતિ સામે પણ પોલીસે ગુનો નોંધી તેની પણ ધરપકડ કરી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

વધુ વાંચો