તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • અમિતાભ ૯ માર્ચે પાવાગઢ ખુશ્બૂ ૃચ્ ’ગુજરાત’ના શૂટિંગ માટે આવશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમિતાભ ૯ માર્ચે પાવાગઢ ખુશ્બૂ ૃચ્/’ગુજરાત’ના શૂટિંગ માટે આવશે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. વડોદરા
ગુજરાતના બ્રાન્ડ એમ્બેસેડર અને બોલિવુડના મહાનાયક અમિતાભ બચ્ચન ૯મી માર્ચે ખુશ્બૂ ગુજરાત’ના શૂટિંગ માટે પાવાગઢ-ચાંપાનેરમાં આવે તેવી શક્યતા છે. અમિતાભ પાવાગઢ અને ચાંપાનેરનાં વિવિધ સ્થળોનું શૂટિંગ કરશે. આ દરમિયાન શૂટિંગમાં આ વિસ્તારની વિવિધ ઇમારતો વિશે જાણકારી પણ આપશે. પાવાગઢમાં મહાનાયકનું શૂટિંગ ત્રણ દિવસ સુધી ચાલે તેવી શક્યતા છે. જોકે સૂત્રોના જણાવ્યા અનુસાર આ ત્રણમાંથી કોઈ એક દિવસ પણ શૂટિંગ કરે તેવી શક્યતા છે.
અમિતાભ બચ્ચને ખુશ્બૂ ગુજરાત કી’ અંતર્ગત રાજ્યના મોટા ભાગના વિસ્તારોનું શૂટિંગ કરી લીધું છે. છેલ્લા એક વર્ષથી તે પાવાગઢ-ચાંપાનેરની મુલાકાતે આવે તેવી શક્યતા હતી. ગત મે મહિ‌નામાં આ શૂટિંગ છેલ્લા દિવસો દરમિયાન કેન્સલ થયું હતું. તેથી હવે ગુજરાત સરકારના શિડયુઅલ મુજબ આ શૂટિંગ માટેની તારીખો ૯ માર્ચ, ૧૦ માર્ચ અને ૧૧ માર્ચ ફાળવવામાં આવી છે. આ શૂટિંગ દરમિયાન તે પાવાગઢ-ચાંપાનેરની વિવિધ ઐતિહાસિક ઇમારતો વિશે માહિ‌તી આપશે. આ શૂટિંગના પગલે આ ત્રણ દિવસ દરમિયાન પાવાગઢ-ચાંપાનેરમાં મુલાકાતીઓનો ધસારો વધે તેવી શક્યતા છે. જોકે પ્રવાસન વિભાગનાં ઉચ્ચ સૂત્રોના જણાવ્યા મુજબ અમિતાભના શૂટિંગ બાબતે હજી અંતિમ નિર્ણય લેવાયો નથી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

વધુ વાંચો