• Gujarati News
  • ટેમ્પો અને ટ્રક વચ્ચે અકસ્માતમાં આધેડનું મોત: બે ઈજાગ્રસ્ત

ટેમ્પો અને ટ્રક વચ્ચે અકસ્માતમાં આધેડનું મોત: બે ઈજાગ્રસ્ત

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ.વડોદરા
છોટાઉદેપુરના પાવીજેતપુર ખાતે આવેલા કરાલી ગામે રહેતા ૩પ વર્ષીય રૂપસિંગ વિઠ્ઠલભાઈ રાઠવા અને તેમના નજીકના સંબંધી ભાનસીંગ લાલજીભાઈ રાઠવા ખેતમજૂરી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા. તેઓ ખેતરમાં ઉગેલા ટમેટાંના પાકને વેચવા સુરત ખાતે અનવરભાઈના ટેમ્પોમાં ગયા હતા. મંગળવારે ત્યાંથી પરત ઘરે આવતાં દરમ્યાન અનવરભાઈ ટેમ્પો હાંકી રહ્યા હતા. ડાભેર ગામ પાસે અચાનક સામેથી પુરઝડપે આવતાં ટ્રક સાથે તેઓ ધડાકાભેર અથડાયા હતા. બનાવની ગંભીરતા જોતાં આસપાસના લોકો ત્યાં દોડી આવ્યા હતા. અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા ત્રણેને તુરંત સારવાર માટે નજીકની સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા. ત્યાર બાદ તેમને વધુ સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડાયા હતા. હોસ્પિટલમાં ટૂંકી સારવાર બાદ રૂપસિંગનું મોત નિપજ્યું હતું. બનાવને પગલે તિલકવાડા પોલીસે વધુ તપાસનાં ચક્રો ગતિમાન કર્યાં હતાં.