• Gujarati News
  • બામરોલીના એકમાત્ર પ્રવેશ માર્ગ પરનું નાળું તૂટી પડયુંગામમાં અવરજવરનો માર્ગ બંધ થતાં વાહન વ્યવ

બામરોલીના એકમાત્ર પ્રવેશ માર્ગ પરનું નાળું તૂટી પડયુંગામમાં અવરજવરનો માર્ગ બંધ થતાં વાહન વ્યવહાર સંપુર્ણ બંધ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. જબુગામ
બોડેલી તાલુકાનાં બામરોલી ગામનું એક માત્ર પ્રવેશ માર્ગ પરનું નબળું નાળું ધબાય નમ: થવા સાથે ધરાશાયી થતાં બામરોલી ગામમાં વાહનવ્યવહાર સદંતર બંધ થવા સાથે ગ્રામજનો હાલાકી ભોગવી રહ્યાં છે. જેથી બામરોલી માર્ગના નાળાનું સત્વરે સમારકામ કરવાની માગ ઉઠી છે.
બોડેલી હાઇવે માર્ગ પરથી બામરોલી ગામના પ્રવેશનાં કોતરની ઉપર વર્ષો જૂનું નાળું બનાવેલું હતું. જેની છેલ્લાં બે ત્રણ વર્ષથી જર્જરિત હાલત સર્જા‍તા ગ્રામજનોએ જેતે તંત્રને અનેક વખત રજૂઆતો કરી હતી. બામરોલીના માજી સરપંચ તુલસીભાઇ બારિયાએ નબળા નાળા અંગે તેમજ નાળાની નીચેના પાયા પર ભારદારી વાહન પસાર થતાં કંપારી સાથે જમીનદોસ્ત થવા એંગની અગાઉે ઘણી વખત લેખિત મૌખિક રજૂઆતો પણ કરવામાં આવી હતી.
બે દિવસ પૂર્વે નાળાની એક સાઇડની બાજુ બિસમાર થવા સાથે તુટી ગઇ હતી. ત્યારે આજરોજ ભારદારી વાહનો પસાર થયા બાદ નબળું નાળું ધબાય નમ: થઇ તુટી પડતાં બાળકોનો શાળાએ લઇ જતી બસ બંધ થઇ છે. જ્યારે ખાનગી વાહનો સહિ‌ત ખેડૂતોના ખેત ઉત્પાદનના પાક માલની અવરજવર બંધ થઇ છે. જ્યારે બારિયા સમાજની વધુ વસ્તી ધરાવતું બામરોલી ગામમાં અંદાજે ચોર હજાર જેટલી વસતી ધરાવતા ગામમાં જો કોઇ આકસ્મિક બનાવ બનવા પામે.
ઉલ્લેખનિય છે કે બામરોલી વિસ્તારના અનેક ગામોનાં ખેતરોના પાણી સહિ‌ત ધાણકયા ખેરવા કોતરનાં પાણી પણ આ નબળા તુટેલા નાળામાંથી જ વહે છે. જેને લઇને વર્ષો વર્ષ ધોવાણ થતું હતું. ત્યારે ગતરોજ નબળુ નાળું તુટી જતાં ગામનો એક માત્ર માર્ગ સદંતર બંધ થયો છે. માજી સરપંચ તુલસીભાઇના જણાવ્યા મુજબ બામરોલી ગામના નાળા અંગે બે વર્ષ પૂર્વ ધારાસભ્યને પણ રજૂઆત કરવામાં આવી હતી. તેમજ જેતે તંત્રનાં અધિકારીઓને પણ રજૂઆતો કરી હતી. પરંતુ નબળા નાળા અંગે ફક્ત બાયધરી આપી હતી. ત્યારે આજરોજ નાળું તુટી જતાં બામરોલી ગામ સંપર્ક વિહોણું બન્યું છે.
જ્યારે ખેતરે જવાના કાચા રસ્તે થઇને બે ત્રણ કિમીનો ફેરો ફરજિયાત બન્યો છે. ત્યારે તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે આ નાળાની મરામત માટે નવીન નાળું બનાવવાની ગ્રામજનોની માગ બુલંદ બની છે. જો નાળાનું કામ વહેલી તકે શરૂ કાય નહીં તો ગ્રામજનો ગાંધી ચિંધ્યા માર્ગે આદોલન કરવાના મુડમાં છે.