તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • આચારસંહિ‌તા પહેલાં ~૬૬ કરોડનાં કામોને બાંધકામ સમિતિની મંજૂરી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આચારસંહિ‌તા પહેલાં ~૬૬ કરોડનાં કામોને બાંધકામ સમિતિની મંજૂરી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. વડોદરા
લોકસભાની ચૂંટણીની જાહેરાત નજીકના દિવસોમાં થવાની અને તે સાથે જ આચારસંહિ‌તા અમલી બને તેવી શક્યતાને લઇ વડોદરા જિ.પં.બાંધકામ સમિતિની આજે મળેલી બેઠકમાં કુલ ~૬૬ કરોડનાં કામોને વહીવટી મંજૂરી આપવામાં આવી હતી. બાંધકામ સમિતિએ વહીવટી મંજૂરી આપી દેતાં હવે આચારસંહિ‌તાનું ગ્રહણ નડશે નહીં.
જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન સચિન પટેલે જણાવ્યું હતું કે, જિલ્લામાં આંગણવાડી કેન્દ્રો બનાવવાં, નવા રસ્તા બનાવવા, રસ્તાની મરામત તેમજ નાના-મોટા બ્રિજ અને બ્રિજને જોડતા એપ્રોચ રોડ બનાવવાનાં કામોની ચર્ચા કરાઇ હતી. ત્યાર બાદ આ કામોને મંજૂરી અપાઇ હતી. રમહત્ત્વનાં કામોમાં મહીસાગર નદી પર રાણિયા-શિહોરા વચ્ચે ~૩૦ કરોડના ખર્ચે બનાવવામાં આવનાર બ્રિજ, ડભોઇ તાલુકાના ડંગીવાડા-નારણપુરા રોડ પર ~૩.૯પ કરોડના ખર્ચે ઢાઢર કોતર ઉપર બ્રિજ અને એપ્રોચ રોડ બનાવવાનાં કામનો ઉલ્લેખ કરાયો છે. આ ઉપરાંત વાઘોડિયા તાલુકાના કરમાલિયા-તામસીપુરા-ડંગીવાડા રોડ પર તામસી નદી ઉપર ~૨.૮પ કરોડના ખર્ચે બ્રિજ બનાવવાના કામને મંજૂરી અપાઇ હતી.
જ્યારે ~૧.૧૦ કરોડના ખર્ચે ૩.૨૦ કિ.મી. લંબાઇનો સોખડા-આસોજ રોડ, ~૧.૨૦ કરોડના ખર્ચે ૨.૮૦ કિ.મી.લંબાઇનો અલ્હાદપુરા-હાસજીપુરા રોડનો બ્રિજ, તેમજ નિમેટા-નવી જાંબુવાઇ ભાલોદ ખુર્દ રોડ ઉપર સ્લેબ ડ્રેઇનના કામનો, જ્યારે ~૨.૯૦ કરોડના ખર્ચે આંગણવાડીનાં ૯ કામોનો તેમજ ~૨૩.૭૮ કરોડના ખર્ચે નાના-મોટા રસ્તા અને રસ્તાની મરામતનાં કામોને બહાલી અપાઇ છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

વધુ વાંચો