તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • કમોસમી માવઠાથી નસવાડીમાં ૩૨ હજાર હેક્ટરના પાકને ફટકો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કમોસમી માવઠાથી નસવાડીમાં ૩૨ હજાર હેક્ટરના પાકને ફટકો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. નસવાડી
નસવાડી તાલુકામાં વર્ષ ૨૦૧૩નું તાલુકાના ખેડૂતો માટે અતી કષ્ટદાયક રહ્યું હતુ. જ્યારે ૨૦૧૪ના આરંભે ભર શિયાળાની ઋતુમાં માવઠાથી તાલુકાનાં ખેડૂતોના ઉભા પાકને ભારે નુકસાન થવા પામ્યું છે.
નસવાડી તાલુકામાં ૩૨ હજાર હેક્ટર જમીનમાં કપાસ મકાઇ તુવેર ડાંગર જુવાર કેળ શાકભાજીનો પાક નિષ્ફળ જતાં તાલુકાનાં ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન થયું છે. ચોમાસુ પાક નિષ્ફળ જતાં તાલુકાનાં ખેડૂતોએ શિયાળુ પાક સારો ઉતરશે તેવી આશાઓએ બિયારણ જંતુનાશક દવાઓનો ખર્ચ કરી કરી શિયાળુ પાકમાં કપાસ મકાઇ મગફળીનું વાવેતર કરી શિયાળુ પાક સારો ઉતરતા ચોમાસામાં નિષ્ફળ ગયેલ પાકોનો ખર્ચ સરભર રહે તેવી
આશા રાખી હતી.
પરંતુ ચાલુ સાલે નસવાડી તાલુકામાં બે વખત કમોસમી વરસાદ થતાં ખેતીને ભારે નુકસાન થવા પામ્યું છે. નસવાડી સહિ‌ત તાલુકામાં તા. ૨૪મી અને ૨પમીના રોજ વરસાદી માહોલ સર્જા‍તા ખેતીને ભારે નુકસાન થવા પામ્યું છે. છેલ્લાં ચાર માસથી એક સરખું હવામાન નહીં રહેતાં ખેતીના પાકો અને આરોગ્ય સુખાકારી પર પણ ગંભીર અસર પડી છે. ત્યારે બીજી તરફ લગ્ન સમારંભોમાં પણ રંગમાં ભંગ પડયો હોવાની વિગતો પ્રા થઇ છે. નસવાડી તાલુકામાં જાન્યુઆરીના પ્રારંભે પહેલું માવઠું થતાં ખેડૂતોનો રોકડિયો પાક કપાસ નિષ્ફળ જતાં ખેડૂતો મુંઝવણમાં મુકાયા ચે. શિયાળુ પાક સારો થાય તે આશાએ તાલુકાના ખેડૂતો દ્વારા શિયાળુ પાકનું ફરીથી વાવેતર કરવામાં આવ્યું હતું.
ખેડૂતો દ્વારા ઉભા પાકમાં ખાતર નાંખી જંતુનાશક દવાઓનો પણ છંટકાવ કરી દેવામા આવ્યો હતો. પરંતુ તા. ૨૪-૨પના રોજ ફરીથી વાવાઝોડા સાથે પડેલા વરસાદ તેમજ બરફનાં કરા પડવાથી તાલુકામાં શિયાળુ પાક પણ નિષ્ફળ જતં ખેડૂતો આર્થિ‌ક મુંઝવણમાં મુકાઇ જવા પામ્યા છે. કમોસમી વરસાદથી આમ પ્રજાના સ્વાસ્થ્ય પર પણ ઘણી અસર થઇ હોવાનું જાણવા મળે છે. હાલમાં વર્તાઇ રહેલી ત્રેવડી મોસમના પરીણામે દવાખાનાઓ પણ ખાસી શરદી અને તાવથી પીડાતાં દર્દીઓથી ઉભરાઇ રહ્યાં છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

વધુ વાંચો