તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • કન્ફર્મ ટિકિટના નામે ઠગાઇ કરતી ટોળકીના બે સૂત્રધાર પકડાયા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કન્ફર્મ ટિકિટના નામે ઠગાઇ કરતી ટોળકીના બે સૂત્રધાર પકડાયા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ . વડોદરા
રેલવે ટિકિટ કન્ફર્મ કરાવી આપવાના બહાને પરપ્રાંતિય મુસાફરો સાથે ઠગાઇ કરતી ટોળકીના બે સૂત્રધારોને રેલવે પોલીસે ઝડપી પાડયા હતા. બંને પાસેથી રોકડા રૂા. ૧ લાખ, ૪૭ મોબાઇલ, ૩ બેગ સહિ‌તનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો હતો. અંદાજે ૩૦ થી વધુ લોકો સાથે છેતરપિંડી કરનાર ટોળકીની ધરપકડનો આંક ૭ પર પહોંચ્યો છે જ્યારે વધુ ૩ થી ૪ શખ્સોની પણ ધરપકડ થાય તેવી વકી છે.
મૂળ બિહારના મુઝફ્ફરનગરના અને હાલ ભરૂચના દહેજ ખાતે રહેતા સંજિત સોની કેવટ ગત ૧૭મી ફેબ્રુઆરીએ રાત્રે અમદાવાદ-પટના ટ્રેનમાં બેસવા વડોદરા રેલવે સ્ટેશન ગયા હતા. જ્યાં તેમની ટિકિટ કન્ફર્મ કરાવી આપવાના બહાને ઠગટોળકીએ તેના રોકડા ~૪૦ હજાર, ૩ મોબાઇલ મળી કુલ ~૪૭ હજારની મતાની છેતરપિંડી કરી હતી. રેલવે પોલીસે બનાવ સંદર્ભે ટોળકીના બે સગીર સહિ‌ત પ સાગરીતોની ધરપકડ કરી હતી જ્યારે ટીસીનો સ્વાંગ રચનાર સૂત્રધાર સહિ‌ત બે જણની ઘનિષ્ઠ શોધખોળ બાદ તેમને ઝડપી પાડવામાં સફળતા મળી હતી. પોલીસે મૂળ બિહારના રાણીપુરાના અને હાલ અમદાવાદ વટવા પાસેની પુનિતનગર ઝૂંપડપટ્ટીમાં રહેતા વિજય હરકિશન મહંતો અને સુભાષ રામએક્વલમ્ મહંતોની ધરપકડ કરી હતી. પોલીસે બંને પાસેથી રોકડા ~૧ લાખ, ૪૭ મોબાઇલ, ૩ બેગ સહિ‌તનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. રેલવે પોલીસે અત્યાર સુધી ૭ સાગરીતોની ધરપકડ કરી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

વધુ વાંચો