- Gujarati News
- બે બે સંતાનોને રેઢાં મૂકી ભાગેલાં પરિણીત ૃચ્ ’પ્રેમીઓ બે વર્ષે પકડાયાં
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
બે બે સંતાનોને રેઢાં મૂકી ભાગેલાં પરિણીત ૃચ્/’પ્રેમીઓ બે વર્ષે પકડાયાં
ભાસ્કર ન્યૂઝ.વડોદરા
બે બે સંતાનો અને પરિવારને રેઢા મૂકીને ભાગી છૂટેલાં પરિણીત પ્રેમીઓને પોલીસે બે વર્ષ બાદ ઝડપી લીધાં હતાં. પોલીસે બંનેના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.
સમાના સિટી પાર્ક એપાર્ટમેન્ટમાં રહેતા જીતેશ જશભાઇ પટેલ રિકશા ચલાવે છે. તેમને પરિવારમાં બે સંતાનો છે. બે વર્ષ અગાઉ તેમની પત્ની ચેતનાની આંખો એપાર્ટમેન્ટમાં કામ અર્થે આવતા ડ્રાઇવર રોબિન ઉર્ફે બબલુ સેમ્યુઅલ મેકવાન રહે. નવી આશાપુરી નવાયાર્ડ સાથે મળી ગઇ હતી. રોબિન પણ પરિણીત છે અને બે સંતાનો ધરાવે છે. તા. ૨૭ ડિસેમ્બર ૨૦૧૨ના રોજ બંને પ્રેમીઓ ઘરેથી ભાગી ગયાં હતાં. પરિણીત મહિલા ઘરેથી જતી વેળા ~૧ લાખના દાગીના અને પતિનું એટીએમ કાર્ડ લઇ ગઇ હતી. આ કાર્ડથી તેણે ~ પપ હજાર પણ ઉપાડી લીધા હતા. સ્થાનિક કક્ષાએ શોધખોળ કર્યા બાદ બંનેનો પત્તો ન લાગતાં મહિલાના પતિએ ફતેગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. દરમિયાન પી એસ આઇ જી જે બ્રભટ્ટને બાતમી મળી હતી કે બે વર્ષથી ભાગેલાં પરિણીત પ્રેમીઓ સુભાનપુરાની શિવશકિત સોસાયટીમાં ભાડે મકાન રાખીને રહે છે. મંગળવારે રાતે દરોડો પાડી બંનેને ઝડપી લીધાં હતાં. બંનેની પ્રાથમિક પૂછપરછમાં તેમણે જણાવ્યું હતું કે ઘરેથી ભાગ્યા બાદ રાજસ્થાનના જોધપુર, અમદાવાદ સહિતનાં સ્થળે રહ્યાં હતાં. ત્યાર બાદ વડોદરામાં ઘર ભાડે રાખીને રહેવા આવ્યાં હતાં. પોલીસે બંનેને પ દિવસના રિમાન્ડની માગણી સાથે કોર્ટમાં રજ ૂકરવામાં આવતાં કોર્ટે બંનેને ૧ દિવસ રિમાન્ડ પર રાખવા મંજૂરી આપી હતી.