તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • જમીનમાં દાટી દીધેલી નવજાત બાળકી મળી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જમીનમાં દાટી દીધેલી નવજાત બાળકી મળી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. નસવાડી
નસવાડીના રતનપુરા ગામે સવારે ઢોર ચારવા ગયેલાં છોકરાઓ ગામના સ્મશાન પાસેથી પસાર થતાં હતાં ત્યારે રડવાનો અવાજ સાંભળી ઢોર ચરાવવા નીકળેલાં છોકરાઓ ગભરાઇ ગયા હતાં અને તુરંત ગામમાં દોડી આવી ગામના લોકોને જાણ કરતાં લોકો સ્થળ પર દોડી ગયા હતાં. જ્યાં ગામ લોકોને સ્મશાનમાં કોઇ નિષ્ઠુર માતાએ પોતાની તાજી જન્મેલી બાળકી ઉતાવળથી ઉપર ઉપર થોડી માટી હટાવી દાબી દીધેલી મળી આવી હતી. જે બાળકી જીવિત હોઇ તુરંત ૧૦૮ને જાણ કરતાં તેને નસવાડી સરકારી દવાખાનામાં લવાઇ હતી. દવાખાના સ્ટાફે બાળકીને જરૂરી સારવાર આપી દૂધ પીવડાવવાની તજવીજ હાથ ધરી છે. જ્યાં બાળકી મળી આવી ત્યાં જ નજીકમાંથી દવાખાનામાં થયેલ ડિલિવરી સમયે આપવામાં આવતો પ્લાસ્ટિકનો કકડો પણ મળી આવ્યો હોવાનું લોકોએ જણાવ્યું છે. કોઇએ દવાખાનામાં ડિલિવરી કર્યા પછી આ કૃત્ય કર્યુ હોવાનું લોક ચર્ચામાં છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

વધુ વાંચો