તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • ટેન્કર કૌભાંડમાં વિપક્ષી નેતાનો મ્યુ.કમિ.ને પત્ર

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ટેન્કર કૌભાંડમાં વિપક્ષી નેતાનો મ્યુ.કમિ.ને પત્ર

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ.વડોદરા
શહેરમાં પાણીની સમસ્યા ધરાવતા વિસ્તારોમાં ટેન્કરો મારફતે પાણી પહોંચાડવાના કોન્ટ્રાકટમાં કૌભાંડમાં તપાસ કરનાર વિજીલન્સ રિપો‌ર્ટ જાહેર કરવાની માંગ સાથે પૂર્વ વિપક્ષી નેતાએ મ્યુ.કમિશનરને પત્ર લખ્યો છે.
શહેરના ચાર ઝોનમાં ટેન્કરો મારફતે પાણી પહોંચાડવાના ઇજારા માટે સૌપ્રથમ ~૪૦ લાખના ખર્ચને મંજુરી આપવામાં આવી હતી અને ત્યાર પછી ઓગસ્ટ-૨૦૧૩માં વધુ ~૨૦ લાખના ખર્ચને મંજુરી આપવામાં આવી હતી. સવારે ૭ થી રાતના ૧૦ વાગ્યા સુધી જે તે વસાહતમાં પાણીની ટેન્કર પહોંચાડવામાં ઓછામાં ઓછા બે થી અઢી કલાકનો સમય થતો હોય છે અને તેનાથી દિવસમાં મહત્તમ પાંચથી સાત ફેરા વાગી શકે છે.પરંતુ, કોન્ટ્રાકટરો દ્વારા ડીસેમ્બર મહિ‌નામાં ~૩૬.પ૦ લાખના બિલો પેમેન્ટ માટે રજૂ કરાતા કમિશનરે વિજીલન્સ તપાસનો આદેશ આપ્યો હતો.
આ વિજીલન્સ રિપો‌ર્ટ મ્યુ.કમિશનરને સુપરત કરવામાં આવ્યો છે. સેવાસદનના પૂર્વ વિપક્ષી નેતા ચિન્નમ ગાંધીએ મ્યુ.કમિશનરને જણાવ્યું હતું કે, એક ઇજારદાર ભાજપના કાર્યકર છે ત્યારે વગદાર લોકો દ્વારા બચાવવાાનો પ્રયાસ થઇ રહ્યો છે. આ સંજોગોમાં વિજીલન્સનનો રિપો‌ર્ટ જાહેર કરવા અને જવાબદાર અધિકારીઓ સામે કડક પગલા લેવા માટે તેમણે લેખિતમાં માંગણી કરી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

વધુ વાંચો