- Gujarati News
- મ.સ.યુનિ.માં હંગામી કામ કરતાં પ વર્ષ કરતાં વધુ સમય થઇ ગયો..
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
મ.સ.યુનિ.માં હંગામી કામ કરતાં પ વર્ષ કરતાં વધુ સમય થઇ ગયો..
ભાસ્કર ન્યૂઝ.વડોદરા
મ.સ. યુનિવર્સિટીનાં હંગામી કર્મચારીઓને કાયમી કરવા મામલે મંગળવારે યુનિ.વડી કચેરીમાં વિવિધ યુનિયનના નેજા હેઠળ કર્મચારીઓએ પ્રતીક ધરણાં કર્યાં હતાં.
યુનિ.માં હાલમાં હંગામી ધોરણે ૪પ૦ કર્મચારીઓ ફરજ બજાવી રહ્યાં છે. જેમાંયે, પાંચ વર્ષ કરતાં વધુ સમયથી હંગામી ધોરણે ફરજ બજાવતાં કર્મચારીઓની સંખ્યા ૨પ૦ છે.આ કર્મચારીઓને કાયમી કરવા ભૂતકાળમાં ત્રણ સમિતિ બનાવવામાં આવી હતી પણ છેલ્લા એક દાયકાથી કોઇ કાર્યવાહી થઇ નથી.
મંગળવારે ૧૦થી પ વાગ્યા સુધી યુનિ.વડી કચેરીના પ્રાંગણમાં પ્રતીક ધરણાં કરવામાં આવ્યાં હતાં. મહિલા હંગામી કર્મચારીઓ વડી કચેરીમાં બેઠેલા સિન્ડિકેટ સભ્ય કે એસ અગ્રવાલ પાસે ગયાં હતાં અને કયારે કાયમી કરશો તેવો સવાલ ઉઠાવીને ઉગ્ર રજૂઆત કરી હતી.મહિલા કર્મચારી સંગીતાબહેન ટેકળેએ જણાવ્યું હતું કે, જો અમને કાયમી નહિ કરાય તો હવે લોકસભાની આગામી ચૂંટણીમાં તમામ ટેમ્પરરી કર્મચારીઓ પરિવાર સાથે મતદાનનો બહિષ્કાર કરતાં ખચકાશે નહીં.