તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • ભાયલીમાં ખેડૂતોએ પર્યાવરણ ૃચ્ ’રિપો‌ર્ટનું પ્રેઝન્ટેશન ન થવા દીધું

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાયલીમાં ખેડૂતોએ પર્યાવરણ ૃચ્/’રિપો‌ર્ટનું પ્રેઝન્ટેશન ન થવા દીધું

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. વડોદરા
ભાયલી ગામે આજે ખેડૂતોની હાજરીમાં વડોદરા-મુંબઇ એક્સપ્રેસ વે યોજનાની પર્યાવરણ પર થનારી અસરની સુનાવણીમાં પર્યાવરણ રિપો‌ર્ટમાં અનેક ત્રુટીઓ રહી ગઇ હોઇ રિપો‌ર્ટનો વિરોધ કરી ખેડૂતોએ રિપો‌ર્ટનું પ્રેઝન્ટેશન જ થવા દીધુ ન હતું.
ભાયલી ગામે એડિ.કલેકટર સુધાની તેમજ ગુજરાત પ્રદૂષણ બો‌ર્ડ‌ના રિજિયોનલ ઓફિસર પંચોલીની ઉપસ્થિતિમાં સુનાવણીની કાર્યવાહી શરૂ કરાઇ હતી. કાર્યવાહી શરૂ થતાં રિજિયોનલ ઓફિસર દ્વારા પર્યાવરણ રિપો‌ર્ટ તૈયાર કરનાર એજન્સીના સંયોજકને પ્રેઝન્ટેશન રજૂ કરવા જણાવાયું હતું. પરંતુ પર્યાવરણ સુરક્ષા સમિતિના સભ્ય કૃષ્ણકાંત ચૌહાણે રિપો‌ર્ટ તૈયાર કરવામાં રહી ગયેલી કાયદાકીય ત્રુટીઓ અંગે સ્પષ્ટતા કર્યા બાદ જ પ્રેઝન્ટેશન રજૂ કરવાનો આગ્રહ રાખ્યો હતો. એટલું જ નહીં, સુનાવણી રાખવા ખેડૂતોને ૩૦ દિવસ પહેલાં નોટિસ આપી જાણ કરી ન હોઇ આ સુનાવણી થઇ શકે નહીં તેમ જણાવતાં અન્ય ખેડૂતો સમર્થનમાં જોડાયા હતા.ખેડૂતોએ પર્યાવરણ રિપો‌ર્ટ પર્યાવરણ મંત્રાલય દ્વારા જણાવાયેલી શરતો મુજબનો ન હોવા ઉપરાંત ટ્રાફિક એસેસમેન્ટ રિપો‌ર્ટ પણ તૈયાર કરાયો ન હોઇ પ્રેઝન્ટેશન સ્થગિત રાખવાની માગણી કરી હતી.એકતા ગ્રામીણ પ્રજા વિચાર મંચના સંચાલક હસમુખ ભટ્ટે જણાવ્યું હતું કે, રિપો‌ર્ટમાં એક્સપ્રેસ વે ની યોજના બનતાં વરસાદી પાણીના નિકાલની શું વ્યવસ્થા છે તે અંગે માહિ‌તી અપાઇ નથી. ખેડૂતો પર્યાવરણ રિપો‌ર્ટની ગુજરાતીમાં કોપી ન મળે ત્યાં સુધી સુનાવણી બંધ રાખવાની વાતને વળગી રહેતાં પ્રેઝન્ટેશન રજૂ કરી શક્ાયું ન હતું.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

વધુ વાંચો