Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ઓરંગાબાદના વાયર ચોરી કેસમાં પો.કમિશનરને રજૂઆત
ભાસ્કર ન્યૂઝ.વડોદરા
ઔરંગાબાદ પોલીસે કોપર વાયર ચોરીના કરોડોના કૌભાંડનો પર્દાફાશ કરી ઘનશ્યામ શાહની દોઢ મહિના પહેલાં ધરપકડ કરી હતી. આજે ઘનશ્યામ શાહનાં પત્નીએ પોલીસ કમિશનર સમક્ષ રજૂઆત કરી હતી કે, મારા પતિની ચોરીમાં સંડોવણી નથી અને જનક શાહ કે, જે મારા પતિના ભાઇ થાય છે તેમની સંડોવણી હોવા છતાં ઔરંગાબાદ પોલીસ મારા પતિને જ્યાં સુધી જનક શાહ નહીં ઝડપાય ત્યાં સુધી છોડવામાં નહીં આવે તેમ જણાવે છે.
પૂનમબહેન ઘનશ્યામભાઇ શાહે પોલીસ કમિશનરને લેખિતમાં આપેલા આવેદનમાં જણાવ્યું છે કે, તા.૮ જાન્યુઆરીના રોજ ઔરંગાબાદ પોલીસે તેમના પતિની ધરપકડ કરી હતી. પોલીસે માત્ર એટલું જ કહ્યું હતું કે, તારા પતિની સંડોવણી ચોરીમાં છે. મારા પતિ મિનરલ વોટર સપ્લાયની ફેક્ટરીમાં નોકરી કરે છે અને તેમનું સિમ કાર્ડ જનક શાહ કે, જે મારા પતિના ભાઇ છે તે ઉપયોગ કરે છે. જનક શાહ સાથે અમારે કોઇ સંબંધ નથી ઔરંગાબાદ પોલીસના અધિકારી હવે એવી ધમકી આપે છે કે, જો જનક શાહને હાજર નહીં કરો તો ઘનશ્યામ શાહને અમે મુખ્ય આરોપી બનાવી દઇશું. પતિ નિર્દોષ હોવા છતાં જેલમાં છે એટલે આ અંગે યોગ્ય ઘટતી કાર્યવાહી કરવા વિનંતી છે.