તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • જયપ્રકાશ ન પકડાય તો ગુજરાત અને બિહારમાં ફરક શું ગણાય?

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જયપ્રકાશ ન પકડાય તો ગુજરાત અને બિહારમાં ફરક શું ગણાય?

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. વડોદરા
હેમાલી હત્યા કેસનો આરોપી જયપ્રકાશ જે રીતે છલ્લાં બે વર્ષથી ફરાર છે તે જોતાં રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી છે તેમ કહી શકાય અને ગુજરાતમાં પણ ઉત્તરપ્રદેશ અને બિહાર જેવી સ્થિતિ પ્રવર્તી રહી છે તેમ જણાઇ રહ્યું છે. જયપ્રકાશને ઝડપી પાડવા માટે પોલીસે તમામ પ્રયાસો કરવા જોઇએ.
વો‌ર્ડ‌ નંબર ૧૯નાં કોંગ્રેસનાં કાઉન્સિલર સરસ્વતીબહેન દેસાઇએ જણાવ્યું હતું કે, હેમાલીની હત્યા થઇ તેને બે વર્ષ થઇ ગયાં છે અને હજી સુધી આરોપી જયપ્રકાશ શર્મા પોલીસ પકડથી દૂર છે તે જ બતાવે છે કે, પોલીસ આ કેસને જેટલી ગંભીરતાથી લેવો જોઇએ તેટલી ગંભીરતાથી લઇ રહી નથી.
હત્યાનો આરોપી ખુલ્લેઆમ ફરે તે બાબત મહિ‌લા સુરક્ષા માટે પણ ચિંતાનો વિષય છે. જયપ્રકાશની ધરપકડ ન થવી તે સ્પષ્ટ દર્શાવે છે કે, રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી છે અને ગુજરાતમાં પણ ઉત્તરપ્રદેશ અને બિહાર જેવી સ્થિતિ પ્રવર્તી રહી છે. પોલીસે આરોપીને ઝડપી પાડવા માટેના તમામ પ્રયાસો કરવા જોઇએ. પોલીસ જો આરોપીને ઝડપી પાડવામાં હવે નિષ્ફળ રહેશે તો પોલીસ પર લોકોનો જે વિશ્વાસ છે તે ઉઠી જશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

વધુ વાંચો