તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • જોખમ કોઇની ખબર જોવા જતાં તબિયત બગાડે તેવો ખેલ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જોખમ કોઇની ખબર જોવા જતાં તબિયત બગાડે તેવો ખેલ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઓર્થોપેડિક વો‌ર્ડ‌, નવા સર્જિકલ વો‌ર્ડ‌ અને જૂના તાત્કાલિક વિભાગની પાછળ તેમજ યુરોલોજી વિભાગની સામે વપરાયેલી સિિંરઝ્સ, ઇન્જેક્ષન, બોટલ્સ ફેંકાય છે

ઇએનટી વિભાગની પાછળ તો હાથના ગ્લોવ્ઝ, કોટન રૂ,પાટા વગેરે યુઝ કરીને ફેંકાતાં આખું વૃક્ષ ઢંકાઈ ગયું છે.ઉર્વિ‌શ પટેલ. વડોદરા

સયાજી હોસ્પિટલમાં અલગઅલગ વો‌ર્ડ‌ની વિઝિટ દરમ્યાન ચોંકાવનારી વિગતો સામે આવી છે. ઘણા વો‌ર્ડ‌ની આસપાસના ઝાડીઓવાળા વિસ્તારોમાં ઇન્જેક્સન, કેથેટર, ખુલ્લી સિરિંજ વગેરે જેવો બાયો મેડિકલ વેસ્ટ જ્યાંત્યાં ફેંકાઈ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે આ પ્રકારના વેસ્ટને ખુલ્લેઆમ ફેંકાતાં કોઈ ને કોઈ રીતે વ્યક્તિને ઇન્ફેક્ષન લાગવાની શક્યતાઓ રહેતી હોય છે. ઘણી વાર આ પ્રકારના વેસ્ટને કારણે હિ‌પેટાઇટિસ, કેન્સર વગેરે જેવા ગંભીર રોગો પણ થવાની શક્તાઓ રહેતી હોય છે.

આ પ્રકારનો વેસ્ટ સયાજી હોસ્પિટલના ઓર્થોપેડિક વો‌ર્ડ‌ની પાછળના ભાગમાં, જૂના તાત્કાલિકની પાછળના ભાગમાં, યુરોલોજી વિભાગની સામે, નવા સર્જિકલ વો‌ર્ડ‌ની પાછળના ભાગમાં પણ ઘણી વાર મિેડકલ વેસ્ટ ગમે ત્યાં બેજવાબદારીપૂર્વક નખાય છે. આ પ્રકારના વેસ્ટના ઇન્ફેક્ષનથી જીવનું પણ જોખમ થાય છે અને જો તેને ખુલ્લામાં બાળી નખાય તોપણ તેનું ગંભીર પરિણામ મળી શકે છે. ઉલ્લેખનીય છે કે સયાજી હોસ્પિટલમાં આ પ્રકારના વેસ્ટના નિકાલ માટેનું ઇન્સીનરેટર ઉપલબ્ધ છે છતાં આ પરિસ્થિતિનું સર્જન થયું છે. હોસ્પિટલના ઇએનટી વિભાગની પાછળ તો હાથના ગ્લોવ્ઝ, કોટન રૂ,પાટા વગેરે યુઝ કરીને ફેંકાતાં આખું વૃક્ષ ઢંકાઈ ગયું છે. ઉલ્લેખનીય છે કે સયાજી હોસ્પિટલમાં રોજનાં હજારો દર્દીઓ અને તેમના ંસગાસંબંધીઓની અવરજવર રહેતી હોય છે. આ રીતે ફેંકાતા વેસ્ટથી તે તમામ વ્યક્તિ પર રોગોનું જોખમ મંડળાઈ રહ્યું છે.

વર્ઝન: એક્સપ‌ર્ટ ઓપિનિયન

મેડિકલ વેસ્ટને પ્રોપર રીતે ડિસ્પોઝ કરવો જરૂરી

બાયો મેડિકલ વેસ્ટને ઇન્સીનરેટરમાં બાળીને પ્રોપર વે થી જ ડિસ્પોઝ કરવો જોઈએ. જો આમ ન કરાય તો તેના કારણે હિ‌પેટાઇટીસ, કેન્સર વગેરે જેવા રોગો પણ થવાની શક્યતાઓ છે. તેના નિકાલ માટેની ગાઇડલાઇન પર જ તેને ડિસ્પોઝ કરવો જોઈએ.’- ડો. મયંક ભટ્ટ, આઇએમએ, બાયોમેડિકલ વેસ્ટ ચેરમેન

જીપીસીબીની વિઝિટના રિપો‌ર્ટને આધારે કાર્યવાહી થશે

અગાઉ પણ સયાજી હોસ્પિટલને મેડિકલ વેસ્ટને ડિસ્પોઝ કરવામાં નિષ્કાળજી રાખવા બદલ નોટિસ અપાઈ હતી અને સ્ટાફને નિકાલ માટેની ટ્રેનિંગ અપાઈ હતી. અમારી ટીમ દ્વારા હોસ્પિટલની વિઝિટ કરાશે અને તેમના રિપો‌ર્ટના આધારે જ આગળની કાર્યવાહી હાથ ધરાશે.’- કે.સી. પંચોલી, પ્રદૂષણ નિયંત્રણ બો‌ર્ડ‌ના મુખ્ય અધિકારી

નોલેજ બોક્સ: બાયો મેડિકલ વેસ્ટ કેવી રીતે ડિસ્પોઝ કરવો જોઈએ

બાયો મેડિકલ વેસ્ટમાં સિરિંજ, નિડલ્સ, કોઈને ચઢાવાયેલી બોટલ્સ, ઉપરાંત વેસ્ટ તરીકે હ્યુમન બોડીના કોઈ પા‌ર્ટ્સ હોય તો તેને ઇન્સીનરેટરમાં બાળવા સાથે પ્રેશર આપવું પડે છે. એક્સપાય‌ર્ડ‌ થઈ ગયેલી દવાઓને એક પ્રોપર વેથી જ ડિસ્પોઝ કરવી પડે છે. જો આમ ન કરવામાં આવે તો ક્યારેય જો તે સિરિંજ કોઈ વ્યક્તિને વાગે તો ઇન્ફેક્ષન થવાની સાથે હિ‌પેટાઇટીસ, કેન્સર, મલેરિયા જેવા રોગો થવાની પણ શક્યતા હોય છે. અને જો કોઈ આ વેસ્ટને ગમે ત્યાં બાળી નાખે તો તેના વાયુઓ હવામાં ફેલાય છે જેના કારણે પણ કેન્સર થવાની શક્યતાઓ રહે છે.

મેડિકલ વેસ્ટના યોગ્ય નિકાલની સૂચનાઓ અપાશે

જે તે વો‌ર્ડ‌માં કે તેની આસપાસ ગમેત્યાં બાયો મેડિકલ વેસ્ટ નખાતો હશે તો હું તે અંગે માહિ‌તી મેળવી તેના નિકાલ માટે તેને લગતા વો‌ર્ડ‌ને પ્રોપર નિકાલની સૂચનાઓ આપીશ.’- રાજીવ દેવેશ્વર, સુપરિન્ટેડન્ટ, સયાજી હોસ્પિટલ

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

વધુ વાંચો