તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • કેમિકલ કંપનીમાં પોલીસ હવે ઓચિંતું ચેકિંગ કરશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કેમિકલ કંપનીમાં પોલીસ હવે ઓચિંતું ચેકિંગ કરશે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ.વડોદરા
નંદેસરી ઇન્ડસ્ટ્રિયલ વિસ્તારમાં ચોરીઓ અને કેમિકલ હોનારત ટાળવા માટે પોલીસ હવે કેમિકલ કંપનીઓમાં ઓચિંતું ચેકીંગ કરશે.
નંદેસરી જીઆઇડીસી વિસ્તારમાં આવેલી કેમિકલ ફેક્ટરીઓમાં થતા અકસ્માત ટાળવા છાણી પોલીસ સ્ટેશન ખાતે મંગળવારે કંપનીના સંચાલકોની બેઠક બોલાવી હતી. બેઠકમાં એસીપી એ એફ સિંધી અને પીઆઇ વી એન પટેલે જણાવ્યું હતું કે કંપનીમાં વપરાતી મશીનરી અને સાધનોનું નિયમિત ચેકિંગ કરવું જોઇએ. ફેકટરી ઇન્સ્પેકટર અને જીપીસીબીના અધિકારીનું પણ માર્ગદર્શન મેળવાશે. આ ઉપરાંત પોલીસ એક ટુકડી બનાવી કંપનીઓની મુલાકાત લઇ નિરીક્ષણ પણ કરશે.
કેમિકલ સહિ‌તની ચોરી સામે પણ સંચાલકોને જાગૃતિ રાખવા અનુરોધ કરાયો હતો. આ અંગે કોઇ જાણકારી મળે તો પોલીસને જાણ કરવા તાકીદ કરાઇ હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

વધુ વાંચો