તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • જમીનના બાનાખતને આધારે ~પ૦ લાખ માગનારની ધરપકડ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જમીનના બાનાખતને આધારે ~પ૦ લાખ માગનારની ધરપકડ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. વડોદરા
તાંદલજાની જમીનમાં બાનાખત અને ટોકન પાવતીને આધારે સમાધાન પેટે ~પ૦ લાખની માગણી કરનાર સામે જે.પી. રોડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. આ મામલે જે.પી. રોડ પોલીસે આરોપીની ધરપકડ કરી ૭ દિવસના રિમાન્ડની માગણી સાથે કો‌ર્ટમાં રજૂ કર્યા હતા. જ્યાં કો‌ર્ટે આરોપીને ૨ દિવસના રિમાન્ડ પર રાખવાનો આદેશ કર્યો હતો.
તાંદલજાની કરોડો રૂપિયાની બિનખેતીની જમીન ભરત શંકરલાલ સોમાણીએ ખરીદી હતી. આ જમીનમાં વાઘોડિયા રોડ ચિત્રકૂટ સોસાયટીમાં રહેતા શૈલેશ રશ્મિભાઈ પટેલે તેમના મરણ પામેલ પિતા રશ્મિભાઈ પરષોતમભાઈ પટેલ અને રંજનબેન અશોકભાઈ પટેલનું ૨૨ વર્ષ પહેલાંનું ટોકન બાનાખત અને પાવતી રજૂ કરી હતી. આ અંગે વર્તમાનપત્રોમાં જાહેરાત આપી ટાઇટલ અંગે આક્ષેપ કર્યા હતા. આ તમામ બાબતો અંગે સમાધાન કરવા માટે જમીનમાલિક ભરત સોમાણી પાસેથી ~પ૦ લાખની માગણી કરાતાં જે.પી. રોડ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે શૈલશ રશ્મિ પટેલની ધરપકડ કરી ૨ દિવસના રિમાન્ડ મેળવ્યાં છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

વધુ વાંચો