Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દંપતીના અરઝ કાર્ડનો નંબર મેળવી ~૧૭,પ૦૦ ઉપાડી લીધા
કાર્ડ અિેકટવેટ કરાવવું પડશે તેમ કહી નંબર જાણી ઠગે નાણાં ઉપાડી લીધાં
ભાસ્કર ન્યૂઝ.વડોદરા
આરબીઆઇમાંથી ઇન્કવાયરી કરાતી હોવાના બહાને ભેજાબાજો એટીએમ કાર્ડનો નંબર જાણી લઇ છેતરપિંડી કરી રહ્યા છે. નિઝામપુરામાં વેપારી અને તેની પત્નીના એટીએમ કાર્ડનો નંબર જાણી લઇ ગઠિયાએ બારોબાર ~૧૭,પ૦૦ ઉપાડી લીધા હતા.
છાણી જકાતનાકાની શુભલક્ષ્મી સોસાયટીમાં રહેતા ભરતભાઇ ચતુરભાઇ પટેલ ઇલેકિટ્રક વસ્તુનો વેપાર કરે છે. તેમની દુકાન પૂર્વી ઇલકિટ્રકલ નિઝામપુરાના લકુલીશ એવન્યુમાં આવેલી છે. સોમવારે તેઓ સાંજે પાંચ વાગ્યાના અરસામાં દુકાન પર હતા ત્યારે મોબાઇલ પર કોલ આવ્યો હતો. જેમાં કોલ કરનારે મુંબઇ આરબીઆઇમાંથી બોલું છું, તમારુ બેંક ઓફ બરોડાનું એટીએમ કાર્ડ ડિસકનેકટ થઇ ગયું છે. તેને એકિટવેટ કરવા માટે એટીએમ કાર્ડનો નંબર આપો. જેથી વેપારીએ તેમના અને પત્નીના એટીએમ કાર્ડનો નંબર કોલ કરનારને આપ્યો હતો. ત્યારબાદ આ અજાણ્યા શખ્સે બંનેના ખાતામાંથી ~૧૭,પ૦૦ ઉપાડી લીધા હતા. ફતેગંજ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.