Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ગ્રાહકોના મામલે વેપારી બાખડયા યુવક પર હુમલોૃચ્/’
ભાસ્કર ન્યૂઝ. વડોદરા
રાજમહેલ રોડ પર આવેલી બે ઇલેક્ટ્રોનિક્સની દુકાનના માલિકો વચ્ચે ગ્રાહકોને લઈને બોલાચાલી થઈ હતી. બોલાચાલી ઉગ્ર સ્વરૂપમાં પરિણમી હતી અને એક દુકાનના ત્રણ ઈસમોએ એક ઈસમને માર મારતાં આ અંગેની ફરિયાદ નવાપુરા પોલીસ મથકે નોંધાતાં ચકચાર મચી ગઈ હતી.
બનાવની વિગત એવી છે કે, ધોબી તળાવ પાસે આવેલા ઇન્દ્રલોક ડુપ્લેક્ષમાં રીષી મનોહરલાલ સામવાડ રહે છે. તેઓ રાજમહેલ રોડ પર પોતાની હરસિદ્ધિ ઇલેક્ટ્રોનિક્સ નામે દુકાન ધરાવે છે. તેમની બાજુમાં જ દિનેશભાઈ કિશનચંદ મોઢવાણી પણ પોતાની હરિ ઓમ નામે ઇલેક્ટ્રોનિક્સની દુકાન ધરાવે છે. છેલ્લા કેટલાય સમયથી બંને દુકાનદારો વચ્ચે દુકાનમાં ખરીદી માટે આવતાં ગ્રાહકોને લઈને બોલાચાલી થતી હતી. જેને લઈને સોમવારે સવારે મામલો બિચકતાં દિનેશભાઈ મોઢવાણી અને તેમની દુકાનમાં કામ કરતા શૈલેશ અને વિનોદ નામના બંને ઈસમો રીષી સોમવાડની દુકાનમાં ધસી ગયા હતા અને તેમને બીભત્સ ગાળો બોલી માર મારી ફરાર થઈ ગયા હતા. બનાવ અંગે નવાપુરા પોલીસ મથકે રીષી સામવાડે ફરિયાદ આપતાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.