તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • દાંિંડયાબજાર, કારેલીબાગ, પાણીગેટ, માંડવી, લાલબાગ સહિ‌ત વિસ્તારમાં

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાંિંડયાબજાર, કારેલીબાગ, પાણીગેટ, માંડવી, લાલબાગ સહિ‌ત વિસ્તારમાં

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ.વડોદરા
શહેરના ૭ સબડિવિઝનમાં બે દિવસમાં વીજચોરીના ૩૯ કેસ ઝડપી ~૯.૦૪ લાખનો દંડ ફટકારાયો હતો.
સિટી સુપરિન્ટેન્ડિંગ એન્જિનિયર બી.કે.પ્રસાદે જણાવ્યું હતું કે, વીજ કંપનીના અધિકારીઓ તેમજ કર્મચારીઓએ બે દિવસ દરમિયાન દાંિંડયાબજાર, કારેલીબાગ, પાણીગેટ, ઇન્દ્રપુરી, માંડવી, લાલબાગ અને બરાનપુરા સબડિવિઝનના વિસ્તારોમાં આકસ્મિક ચેકિંગ કરી વીજચોરીના ૩૧ કેસ મળી આવતાં આ તમામ જોડાણો કાપી નાખવામાં આવ્યાં હતાં.
જેમાં દાંડિયાબજાર સબડિવિઝનનાં કાકા સાહેબનો ટેકરો, સિયાબાગ અને રોડેના ખાંચામાં ચેકિંગ દરમિયાન વીજચોરીના ૧પ કેસ ઝડપી ~૩.૨૮ લાખનો દંડ કરાયો હતો. કારેલીબાગ સબડિવિઝનના સવાદ ક્વા‌ર્ટ‌ર્સ, તુલસીવાડી અને મન્સુરી કબ્રસ્તાન વિસ્તારમાંથી વીજચોરીના પ કેસ ઝડપી ~૧.પ૪ લાખનો દંડ કરાયો હતો. જ્યારે પાણીગેટ સબડિવિઝનના નારબંધ વાડા વિસ્તારમાંથી વીજચોરીના ૨ કેસ ઝડપી ~૭૩ હજારની દંડનીય વસૂલાતનું બિલ અપાયું હતું.
આ ઉપરાંત ઇન્દ્રપુરી સબડિવિઝનના એકતાનગર, ર્તીથ ટેનામેન્ટ વિસ્તારમાંથી વીજચોરીના પ કેસ ઝડપી ~પ૦ હજારનો દંડ કરાયો હતો. જ્યારે માંડવી સબડિવિઝનમાંથી વીજચોરીના ૪ કેસ ઝડપી ~૧.૦૮ લાખનો દંડ તેમજ લાલબાગ અને બરાનપુરામાંથી વીજચોરીના ૮ કેસ ઝડપી ~૧.૯૦ લાખની દંડ ફટકારાયો હતાં.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

વધુ વાંચો