તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • ડીએસઓ અને પ્રાંત અધિકારીની બદલી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ડીએસઓ અને પ્રાંત અધિકારીની બદલી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. વડોદરા
રાજ્ય મહેસૂલ વિભાગ દ્વારા ૮૯ નાયબ કલેકટરોની સામૂહિ‌ક બદલીના કરવામાં આવેલા આદેશમાં વડોદરામાં ફરજ બજાવતા ચાર નાયબ કલેકટરનો પણ સમાવેશ થાય છે. જિલ્લા પુરવઠા અધિકારી ડી.આર. પટેલને આણંદ સ્ટેમ્પ ડયૂટી નાયબ કલેકટર તરીકે બદલી તેમના સ્થાને સુરતના નાયબ કલેકટર એચ.કે. વ્યાસને મૂકવામાં આવ્યા છે. આ ઉપરાંત શહેર પ્રાંત અધિકારી રાકેશ વ્યાસની ગુજરાત મહેસૂલ પંચના રજિસ્ટ્રાર તરીકે બદલી કરી તેમના સ્થાને ભૂજના નાયબ કલેકટર સ્ટેમ્પ ડયૂટી ટી.એલ. ઝંકાતની વરણી કરવામાં આવી છે. જ્યારે સેવાસદન મધ્યા ભોજનના નાયબ કલેકટર અને સરદાર સરોવરમાં સંપાદનમાં ફરજ બજાવતા નાયબ કલેકટરની પણ અન્યત્ર બદલી કરવામાં આવી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

વધુ વાંચો