તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • શેરબજારમાં ખોટ જતાં વેપારીનો ઝેરી દવા ગટગટાવી આપઘાત

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શેરબજારમાં ખોટ જતાં વેપારીનો ઝેરી દવા ગટગટાવી આપઘાત

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ.વડોદરા
અમદાવાદમાં રહેતા યુવકે મહિ‌ના અગાઉ શેરબજારમાં નુકસાની બાદ વડોદરામાં મિત્રના ત્યાં ઝેરી દવા ગટગટાવી લેતાં તેની તબિયત લથડી પડી હતી. તેને તુરંત સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો. હોસ્પિટલમાં સારવાર દરમ્યાન તેનું મોત નિપજ્યું હતું. પોલીસે બનાવની વધુ તપાસ હાથ ધરી હતી.
અમદાવાદના ઈસનપુર વિસ્તારમાં રહેતા ૩૦ વર્ષી‍ય આશિશ અરવિંદભાઈ પટેલ અમદાવાદમાં શેર બ્રોકરનો ધંધો કરતા હતા. તેમને લગ્નજીવન દરમ્યાન એક પુત્રની પ્રાપ્ત થઈ હતી. એક માસ અગાઉ તેમને શેરબજારમાં નુકસાની આવતાં તેમણે ધંધો બદલવાનું વિચાર્યું હતું. ત્યાર બાદ તેઓ વડોદરાના વડસર બ્રિજ પાસેની વલ્લભવીલા સોસાયટીમાં રહેતો તેમનો મિત્ર સુસૈન સર્કલ પાસે નાસ્તાની હોટલ ચલાવતો હોઈ તેની પાસેથી ધંધો શીખવા આવ્યા હતા. દરમ્યાન સોમવારે સાંજે તમેણે પોતાના મિત્રના ઘરે એકલતા મળતાં ઉંદર મારવાની દવા ગટગટાવી લીધી હતી. તેમની હાલત લથડતાં તેમને તુરંત સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. હોસ્પિટલમાં સારવાર દરમ્યાન મંગળવારે સાંજે તમેનું મોત નિપજ્યું હતું. તેમેના મૃત્યુની જાણ થતાં પરિવારજનો ગમગીન થઈ ગયાં હતાં. માંજલપુર પોલીસે તેમના મૃતદેહને પોસ્ટ મો‌ર્ટમ માટે ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

વધુ વાંચો