તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • ઇન્સ્ટ્રકટરની મદદથી મૂકબધિર મહિ‌લાનું નિવેદન લેવા કવાયત

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઇન્સ્ટ્રકટરની મદદથી મૂકબધિર મહિ‌લાનું નિવેદન લેવા કવાયત

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ.વડોદરા
મૂકબધિર મહિ‌લા એકલી હોવાની તકનો લાભ લઇ એક શખ્સે ઘરમાં ઘૂસી છેડતી કરી હતી.આ અંગે ફતેગંજ પોલીસે ગુનો નોંધી બે સગાભાઇની ધરપકડ કરી હતી. જોકે ભોગ બનનાર મહિ‌લા મૂંગીબહેરી હોવાથી નિવેદન લેવા માટે ઇન્સ્ટ્રકટરની મદદ પોલીસને લેવી પડશે.
શહેરમાં રહેતી મૂકબધિર મહિ‌લા રવિવારે રાતે ૧૦ વાગ્યાના અરસામાં ઘરે એકલી હતી ત્યારે નિશાર કલ્લુખાન પઠાણ ઘરમાં ઘૂસી આવ્યો હતો અને દરવાજો બંધ કરીને મહિ‌લાની સાથે છેડછાડ કરી હતી. દરમિયાન પડોશી મહિ‌લાએ જાણ કરતાં દોડી આવેલા મહિ‌લાના પતિને લાફો મારી નિશાર ભાગી છૂટયો હતો. પતિએ પૂછતાં મૂકબધિર મહિ‌લાએ ઇશારાથી નિસારે ઘરમાં આવ્યા બાદ દરવાજો અંદરથી બંધ કરીને છેડતી કરી હોવાનું જણાવ્યું હતું. પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી હતી. પી એસ આઇ આહીરે જણાવ્યું હતું કે ભોગ બનેલી મહિ‌લા મૂકબધિર હોવાથી કારેલીબાગમાં આવેલી મૂકબધિર સ્કૂલના ઇન્સ્ટ્રકટરને બુધવારે બોલાવી ઇશારાથી તેની ભાષા સમજ્યા બાદ નિવેદન લેવાશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

વધુ વાંચો