તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • પથારા પર ધસી ૃચ્ ’આવેલા આખલાને ૃચ્ ’છરાના ઘા માર્યા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પથારા પર ધસી ૃચ્/’આવેલા આખલાને ૃચ્/’છરાના ઘા માર્યા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ .વડોદરા
સોમાતળાવ શાકમાર્કેટ પાસે શાકભાજીના પથારા ઉપર ઘૂસી આવેલા આખલાને સગીરે છરાના બે ઘા મારી દેતા તેને ઇજા થઇ હતી. આખલાને ઇજા પહોંચાડનાર સગીર વિરૂદ્ધ પશુપાલકે વાડી પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
દંતેશ્વર સંતોષવાડી સ્થિત ભરવાડવાસમાં રહેતા જીવણભાઇ રાણાભાઇ ભરવાડનો આખલો સોમવારે સાંજે સોમાતળાવ શાકમાર્કેટ પાસે ફરતો હતો. આખલો ૧૭ વર્ષીય સગીરના શાકભાજીના પથારા પર ઘૂસી ગયો હતો. આખલાએ શાકભાજી ખાતાં સગીર ઉશ્કેરાઇ ગયો હતો. તેણે આખલાને ભગાડવાનો પ્રયાસ કરતાં તે ત્યાંથી ભાગ્યો ન હતો.
ગુસ્સે ભરાયેલા સગીરે છરો હાથમાં લઇ આખલાને પીઠ પર તેમજ પૂંછડા પર ઘા મારી દીધા હતા. આખલાને તેને તાત્કાલિક સારવાર અપાઈ હતી. ઘટના અંગે જીવણ છરો મારનાર સગીર સામે વાડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

વધુ વાંચો