તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • શહેરના કેટલાક વિસ્તારોમાં બપોરે વરસાદી છાંટા પડયા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શહેરના કેટલાક વિસ્તારોમાં બપોરે વરસાદી છાંટા પડયા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. વડોદરા
વડોદરા શહેરમાં સોમવારે રાત્રે ગાજવીજ સાથે વરસાદ ખાબક્યા બાદ મંગળવારે સતત બીજા દિવસે વાદળછાયું વાતાવરણ રહ્યું હતું. વાદળછાયા વાતાવરણ દરમિયાન બપોરે અમી છાંટણાં વરસ્યાં હતાં. મંગળવારે પાદરા તાલુકાના ઠીકરિયા મઠ ગામે વરસાદી માહોલમાં વીજળી પડતાં ૩૦ વર્ષીય યુવકનું મોત થયું હતું. હવામાન વિભાગે આવતીકાલે બુધવારે પણ શહેરમાં વાદળાં છવાયેલાં રહેવાની શક્યતા વ્યક્ત કરી છે.
વડોદરા શહેરમાં ગત મહિ‌ને તા.૨૨-૨૩ જાન્યુઆરીએ કમોસમી વરસાદ ખાબક્યા બાદ ચાલુ વર્ષે શિયાળાની મોસમમાં બીજી વખત કમોસમી વરસાદ સોમવારે રાત્રે વરસ્યો હતો. પરિણામે લગ્નો આદિ શુભ પ્રસંગોનું આયોજન કરનારા આયોજકો-યજમાનોની હાલત કફોડી બની હતી. સોમવારે દિવસભર વાદળછાયું વાતાવરણ રહ્યા બાદ રાત્રે ગાજવીજ સાથે વરસાદ વરસતાં શહેરી જનોને આશ્ચર્ય થયું હતું. ત્યારબાદ મંગળવારે પણ સવારથી શહેરમાં ગોરંભાયેલાં વાદળોની ફૌજ ઉતરી આવતાં સર્જા‍યેલા વાદળછાયા માહોલને લઇ ખુલ્લા પાર્ટી પ્લોટમાં માંગલિક પ્રસંગોનું આયોજન કરનારા આયોજકોની ઊંઘ હરામ થઇ ગઇ હતી.સોમવારે રાત્રે શહેરમાં ૧ મિ.મી., નસવાડીમાં ૭ મિ.મી., જેતપુરપાવીમાં ૪ મિ.મી. અને બોડેલીમાં કરા સાથે ૧૩ મિ.મી. વરસાદ નોંધાયો હતો.
પાદરા તાલુકાના ઠીકરિયા મઠ ગામે કપાસ વીણી રહેલા ખેતમજૂરોનાં ટોળાં પર વીજળી પડતાં ત્રણથી ચાર ખેત- મજૂરો બેભાન થઇને ઢળી પડયા હતા. જે પૈકી ૩૦ વર્ષી‍ય કમલેશ રમેશભાઇ વસાવાનું મોત થયું હતું.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

વધુ વાંચો