તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • શહેર જિલ્લામાં ૧૨ એપ્રિલે રાષ્ટ્રીય લોક અદાલતૃચ્ ’વડોદરા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ વડોદરા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શહેર-જિલ્લામાં ૧૨ એપ્રિલે રાષ્ટ્રીય લોક અદાલતૃચ્/’વડોદરા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ-વડોદરાના માર્ગદર્શન હેઠળ તેમજ જિલ્લા બાર એસોસિયેશનના સહકારથી આગામી તા.૧૨ એપ્રિલે વડોદરા તથા જિલ્લા તાબાની તાલુકા અદાલતોમાં રાષ્ટ્રીય લોક અદાલતોનું આયોજન કરાયું છે. રાષ્ટ્રીય લોક અદાલતમાં શહેર-તાલુકાની અદાલતોમાં વિવિધ પ્રકારના સિવિલ, ફોજદારી, લગ્નસંબંધિત, જમીન સંપાદન અંગેના કેસો, મોટર અકસ્માત વળતરના કેસો તથા અન્ય કેસો કે જે કેસો સમાધાનને પાત્ર હોય તેવા પડતર કેસોનો સમાધાનથી ઉકેલ લાવવા માગતા પક્ષકારોને જાતે તેમજ વકીલ મારફતે પોતાનો કેસ મૂકવા જણાવાયું છે.

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. વડોદરા

નેશનલ લીગલ સર્વિ‌સ ઓથોરિટી તથા ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના આદેશથી જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ-વડોદરાના માર્ગદર્શન હેઠળ તેમજ જિલ્લા બાર એસોસિયેશનના સહકારથી આગામી તા.૧૨ એપ્રિલે વડોદરા તથા જિલ્લા તાબાની તાલુકા અદાલતોમાં રાષ્ટ્રીય લોક અદાલતોનું આયોજન કરાયું છે.

આ રાષ્ટ્રીય લોક અદાલતમાં શહેર-તાલુકાની અદાલતોમાં વિવિધ પ્રકારના સિવિલ, ફોજદારી, લગ્નસંબંધિત, જમીન સંપાદન અંગેના કેસો, મોટર અકસ્માત વળતરના કેસો તથા અન્ય કેસો કે જે કેસો સમાધાનને પાત્ર હોય તેવા પડતર કેસોનો સમાધાનથી ઉકેલ લાવવા માગતા પક્ષકારોને જાતે તેમજ વકીલ મારફતે પોતાનો કેસ મૂકવા જણાવાયું છે. તા.૧૨ એપ્રિલે યોજાનારી રાષ્ટ્રીય લોક અદાલતોમાં સમાધાન થયેલા કેસોમાં લીગલ સર્વિ‌સ ઓથોરિટી એક્ટની કલમ-૨૧ અન્વયે કો‌ર્ટ ફી હુકમ મુજબ પરત મળવાપાત્ર થશે. મુખ્ય જિલ્લા ન્યાયાધીશે પક્ષકારોને સમાધાનકારક નિકાલની આ તકનો લાભ લેવા અનુરોધ કર્યો છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

વધુ વાંચો