તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • આધાર કા‌ર્ડ‌ની લાઇન વચ્ચેથી ફોર્મ આપવાના મુદ્દે મારામારી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આધાર કા‌ર્ડ‌ની લાઇન વચ્ચેથી ફોર્મ આપવાના મુદ્દે મારામારી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ .વડોદરા
વાઘોડિયા તાલુકાના વચલા કરમસિયા ગામે આધાર કા‌ર્ડ‌ની લાઇન વચ્ચેથી ફોર્મ આપવાના મુદ્દે બે પરિવારો વચ્ચે મારામારી થઇ હતી.
વાઘોડિયા તાલુકાના વચલા કરમસિયા ગામે રહેતા રમેશ મેલાભાઇ ભરવાડ સોમવારે ગામમાં જ આધારકા‌ર્ડ‌ કઢાવવા માટે ગયા હતા. બપોરે અઢી વાગ્યાના સુમારે ગામના જ રણજિત રાવજીભાઇ પરમાર પણ કા‌ર્ડ‌ કઢાવવા ગયો હતો. તેણે લાઇનની વચ્ચેથી ફોર્મ આપતાં રમેશ ભરવાડે તેમ નહિ‌ કરવાનું કહ્યું હતું. જોકે, રણજિતે અપશબ્દો બોલતાં તેની સાથેના કાન્તિ સબુર પરમારે દોડીને નરાશ જેવી વસ્તુ લઇ આવી માર માર્યો હતો જ્યારે રણજિતે લાકડી વડે ફટકાર્યો હતો અને સવિતાબહેન રાવજીભાઇ પરમારે જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
સામા પક્ષે સવિતાબહેન પરમારે ફરિયાદ કરી હતી કે તેમનો દીકરો આધાર કા‌ર્ડ‌ કઢાવવાની લાઇનમાં ઊભો હતો. દરમિયાન વચ્ચેથી ફોર્મ આપવાના મુદ્દે રમેશ મેલા ભરવાડે બોલાચાલી કરી તેને ધક્કો મારી નીચે પાડી દીધો હતો. મેલા લક્ષ્મણ ભરવાડે તેને લાકડી વડે માર માર્યો હતો જ્યારે પ્રેમીલા રમેશ ભરવાડે જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બંને પક્ષે સામ-સામે ફરિયાદ નોંધાવી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

વધુ વાંચો