• Gujarati News
  • જિલ્લામાં માર્ગ અકસ્માતનાં બે બનાવમાં બેનાં મોત ૃચ્ ’નડિયાદ . ડભાણ તથા મહિ‌સા પાસે માર્ગ અકસ્મા

જિલ્લામાં માર્ગ અકસ્માતનાં બે બનાવમાં બેનાં મોત ૃચ્/’નડિયાદ . ડભાણ તથા મહિ‌સા પાસે માર્ગ અકસ્માતનાં બે જુદાં જુદાં બનાવમાં બે વ્યક્તિનાં મૃત્યુ નીપજ્યાં હતાં, રાજસ્થાનના કારોઈ ગામના પ્રહલાદભાઈ મોહનજી પ્રજાપતિ તથા તેમનાં સંબંધી કનૈયાલાલ રામલાલ ૨૪મીની રાત્રે ડભાણ ગામની સીમમાં નેશનલ હાઇવે નં.૮ પર જનતા રાજાણી ટ્ર્ાન્સર્પોટ સામેથી પસાર થતા હતા. તે દરમિયાન કોઈ અજાણ્યાં બાઇક ચાલકે કનૈયાલાલને અડફેટમાં લેતાં તેઓ રોડ પર પટકાયાં હતાં. તેઓને ગંભીર હાલતમાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયાં હતાં. જ્યાં તેઓનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ સંદર્ભે નડિયાદ રૂરલ પોલીસે ગુનો નોંધ્યો છે. બીજા બનાવમાં મહિ‌સા ગામના અરવિંદભાઈ કાનજીભાઈ વસાવા ((ઉં.વ.૩પ))ના સંબંધીનું બેસણું હોવાથી તેઓ સોમવારે સવારે એક તુફાન ગાડી લઈ મહ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ . નડિયાદ

ખેડા જિલ્લાના ડભાણ તથા મહિ‌સા પાસે માર્ગ અકસ્માતનાં બે જુદાં જુદાં બનાવમાં બે વ્યક્તિનાં મૃત્યુ નીપજ્યાં હતાં, જ્યારે છથી વધુને ઈજાઓ પહોંચી હતી. આ બનાવ સંદર્ભે નડિયાદ રૂરલ તથા મહુધા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

પોલીસ સૂત્રોના જણાવ્યાં મુજબ, રાજસ્થાનના ભીલવાડા જિલ્લાના કારોઈ ગામના પ્રહલાદભાઈ મોહનજી પ્રજાપતિ તથા તેમનાં સંબંધી કનૈયાલાલ રામલાલ ૨૪મીનાં રોજ રાત્રિનાં ૮:૩૦ કલાકે ડભાણ ગામની સીમમાં નેશનલ હાઇવે નં.૮ પર જનતા રાજાણી ટ્ર્ાન્સર્પોટ સામેથી પસાર થતા હતા. તે દરમિયાન કોઈ અજાણ્યાં મોટરસાયકલ ચાલકે હંકારી આગળ જતાં કનૈયાલાલને અડફેટમાં લેતાં તેઓ રોડ પર પટકાયાં હતાં. તેઓને ગંભીર ઈજાઓ થતાં તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયાં હતાં. જ્યાં તેઓનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ સંદર્ભે પ્રહલાદભાઈ પ્રજાપતિએ નડિયાદ રૂરલ પોલીસ મથકે અજાણ્યા મોટરસાયકલ ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવની વધુ તપાસ પોસઈ જી.એન.પરમાર ચલાવી રહ્યા છે.

માર્ગ અકસ્માતનો બીજો બનાવ સોમવારે બપોરે ૨ વાગ્યે અલીણા ચોકડીથી મહિ‌સા તરફ આવવાના રોડ ઉપર બન્યો હતો. મહિ‌સા ગામના અરવિંદભાઈ કાનજીભાઈ વસાવા ((ઉં.વ.૩પ))ના સંબંધીનું બેસણું હોવાથી તેઓ સોમવારે સવારે એક તુફાન ગાડી નં. જી.જે.૧૮.એયુ-પ૬૬૮ લઈ મહિ‌સાથી ઠાસરા બેસણામાં ગયા હતા. દરમિયાન તેઓ પોતાની ગાડી લઈ બપોરના ૨ કલાકે અલીણા ચોકડીથી મહુધા તરફ જઈ રહ્યા હતા. તે વખતે ગાડીના ચાલકે આગળ જતી ગાડીની ઓવરટેઇક કરવા જતાં અચાનક બ્રેક મારતાં ગાડી રોડની સાઈડે પલટી થઈ ગઈ હતી. ગાડીમાં બેઠેલાં અરવિંદભાઈ વસાવાને શરીરે ગંભીર ઈજાઓ થતાં તેમનું ઘટનાસ્થળે મૃત્યુ નીપજ્યું હતું, જ્યારે અન્ય પાંચથી છ જણને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. આ બનાવ સંદર્ભે મહુધા પોલીસે તુફાન ગાડીના ચાલક વિરુદ્ધ ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે. આ બનાવની વધુ તપાસ પોસઈ વી.ડી.ઝાલા ચલાવી રહ્યા છે.તા. ૨૬/૦પ/૧૪