તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • નડિયાદમાં પ્લેનેટોરિયમ ને ઓડિટોરિયમ સાકાર થશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નડિયાદમાં પ્લેનેટોરિયમ ને ઓડિટોરિયમ સાકાર થશે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ . નડિયાદ
નડિયાદ બાલકન જી બારી દ્વારા બાળકોના સર્વાગી વિકાસની પ્રવૃતિઓમાં વધુ એક ડગ ભરતાં નવનિર્માણ થનાર પ્લેનેટોરિયમ એન્ડ ઓડિટોરિયમની ખાતમુહૂર્‍તવિધિ તાજેતરમાં સંસ્થાના પટાંગણમાં યોજાઈ હતી. પૂજાવિધિમાં સંસ્થાના પ્રમુખ અને કેન્દ્રિ‌ય મંત્રી દિનશા પટેલ અને કુંદનબહેન પટેલ સહિ‌ત અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે કેન્દ્રિ‌ય મંત્રી દિનશા પટેલ તેમ જ ઈસરોના નિવૃત્ત વૈજ્ઞાનિક ડો.પુનિતભાઈ દિક્ષીતે શહેરના આંગણે બંધાનારા પ્લેનેટોરિયમ અને ઓડિટોરિયમની માહિ‌તી આપી હતી, જેમાં તેઓએ જણાવ્યું હતું કે, પ્રોજેક્ટર તેમ જ અન્ય સામગ્રી કલકત્તાની એક ખાનગી કંપની સંસ્થાને સપ્લાય કરશે. પ્લેનેટોરિયમ આઠ મીટરના ડોમ સાથે તૈયાર કરવામાં આવશે તેમ જ તે સંપૂર્ણ વાતાનુકૂલિત હશે. સંકુલમાં સાથે એક હોલ હશે. તેમાં આકાશી પદાર્થો અંગે માહિ‌તી અને ફોટોગ્રાફ હશે. સંકુલમાં એક ઓડિટોરિયમ પણ આકાર લેશે, જેનો ઉપયોગ વિવિધ કાર્યક્રમો તેમ જ સેમિનાર તથા કોન્ફરન્સ માટે થશે. લાઇવ ઇન્ટર એક્ટિવ શો દ્વારા બાળકોને જ્ઞાનવર્ધક માહિ‌તી આપશે.
આ પ્રસંગે નડિયાદ એજ્યુકેશન સોસાયટીના પ્રમુખ હર્ષદભાઈ દલાલ, એન્જિનિયર શૈલેષભાઈ ગજ્જર, બાલ્કન-જી-બારીના મેનેજિંગ ટ્રસ્ટી ડો.અરવિંદભાઈ વ્યાસ, આભારવિધિ સંસ્થાના નિયામક મંડળના સભ્ય હરીશભાઈ શાહ, મંત્રી ભરતભાઈ પટેલ સહિ‌ત અન્ય સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

વધુ વાંચો