• Gujarati News
  • વેકેશનમાં પાટનગર બન્યું પિકનિક પોઈન્ટ

વેકેશનમાં પાટનગર બન્યું પિકનિક પોઈન્ટ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તહેવારોમાં સેક્ટર-૨૮ના બગીચામાં સહેલાણીઓની ભીડ : ઇન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાન, અક્ષરધામ અને સેન્ટ્રલ વિસ્ટા સહિ‌તનાં સ્થળો ઉપર પ્રવાસીઓની ભીડ
ભાસ્કરન્યૂઝ . ગાંધીનગર
અક્ષરધામ અને સેક્ટર-૨૮ના બાલોદ્યાનના કારણે છેલ્લા ઘણાં વર્ષોથી રાજ્યનું પાટનગર ગાંધીનગર પીકનિક પોઇન્ટ બની રહ્યું છે. ઉનાળુ વેકેશન, નાતાલ કે દિવાળીના તહેવારોહોય ગાંધીનગરના આ બે સ્થળો સહેલાણીઓ અને પ્રવાસીઓથી ઉભરાતા રહ્યાં છે. દિવાળીના તહેવારો શરૂ થતાંની સાથે સેક્ટર ૨૮નો બગીચો મહિ‌લાઓ, યુવતીઓ અને બાળકોથી જાણે ઉભરાઇ રહ્યો છે. છેલ્લા અઠવાડિયાથી રોજના ૩ હજડાર જેટલા લોકો બગીચાની મોજ માણી રહ્યાં છે.
અમદાવાદ અને ગાંધીનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોના મધ્યમ અને ગરીબ પરિવારોનું હરવા-ફરવા અને બાળકોને મોજ-મસ્તી કરવા માટેનું એક માત્ર સસ્તુ અને સિધ્ધપુરની જાત્રા જેવુ સ્થળ એટલે સેક્ટર- ૨૮નું બાલોદ્યાન. તેની સાથે અક્ષરધામ પણ ઘણું લોકપ્રિય બન્યું છે. પરંતુ અક્ષરધામમાં માત્ર અમદાવાદ નહીં પરંતુ ભારતભરના વિવિધ રાજ્યોના સહેલાણીઓ અને વિદેશી પ્રવાસીઓનો ધસારો વધારે જોવા મળે છે.
અમદાવાદનો કાંકરિયા તળાવ વિસ્તાર ગરીબો અને મધ્યમ વર્ગના લોકો માટે હરવા-ફરવાનું ઇત્તમ અને સસ્તુ પર્યટન સ્થળ હતું. પંરતુ તેનો વિકાસ કરાયા બાદ વિવિધ રાઇટ્સ અને પ્રવેશ ફીના કારણે સામાન્ય પરિવારજનોમે પોસાય તેમ રહ્યું નથી. જેના કારણે અમદાવાદ તરફના પ્રવાસીઓ માટે ગાંધીનગરનું બાલોદ્યાન બાળકોને ફરકવા લઇ આવવા માટે સસ્તુ પુરવારલ થઇ રહ્યું છે. અમદાવાદથી આવતા એક વ્યક્તિ દીઢ બસ ભાડુ માત્ર રૂ.૪૦ અને તમામ રાઇડ્સની ટીકિટ વધુમાં વધુરૂ.પથી ૧૦ થતી હોય છે. તેમાંએ પ્રવારજનો ઘરેથી જમવાનું લાવતા હોઇ બગીચામાં સમૂહમાં જમવાનો આનંદ પણ મેળવી શકે છે.
આ ઉપરાંત ગાંધીનગરનું ઇન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાન પણ અમદાવાદીઓ માટે અતિ લોકપ્રિય બન્યું છે. અહીં ગાંધીનગર આસપાસના ગ્રામ્ય વિસ્તારના પ્રવાસીઓનો ધસારો પણ મોટા પ્રમાણમાં જોવા મળે છે. જેના કારણે ગાંધીનગરના માર્ગો સહેલાણીઓથી ઉભરાઇ રહ્યાં છે.
આમતો ગાંધીનગરમાં જોવા લાયક કોઇ ઐતિહાસિક સ્થળ નથી. તેમ છતાં મધ્યમ અને ગરીબ સહેલણીઓ માટે મોજ-મસ્તીનું પીકનિક પોઇન્ટ બન્યું છે. ગાંધીનગરની હરિયાળી પણ અન્ય શહેરના લોકો માટે જોવા મલાયક છે.