તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • જિલ્લાવાસીઓએ ૧પ કરોડના સોના ચાંદીનાં આભૂષણોની ખરીદી

જિલ્લાવાસીઓએ ૧પ કરોડના સોના-ચાંદીનાં આભૂષણોની ખરીદી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગાંધીનગર, કલોલ, દહેગામ અને માણસાની દુકાનોમાં ગૃહિ‌ણીઓનો સાંજ સુધી ધસારો રહ્યો

ધનતેરસનો દિવસ સોનુ અને ચાંદી તથા તેના આભૂષણો ખરીદવાનો મહિ‌મા આજના આધૂનિક સમયમાં પણ અકબંધ રહ્યો છે. દરેક સ્તરે મંદીની વાતો અને કારમી મોંઘવારી છતાં સોનાના ઘરેણા પ્રત્યે લોકોને ક્રેઝ ઓછો થયો હોય તેમ વેચાણના આંકડા ઉપરથી લાગતુ નથી. આજે જિલ્લા વાસીઓએ અંદાજે રૂ.૧પ કરોડના સોના-ચાંદીના ઘરેણા અને સિક્કા તેમજ લગડીની ખરીદી કરી ધનતેરસના તહેવારની ઉજવણી કરી હતી.

હિ‌ન્દુ શાસ્ત્રો અનુસાર ગુરૂપુષ્ય નક્ષત્ર અને ધનતેરસનો દિવસ સોનું ખરીદવા માટે ઉત્તમ માનવામાં આવે છે. આ દિવસ એવા છે કે, સોનુ ખરીદવા કોઇ મુર્હુત કે ચોઘડીયુ જોવાનું હોતુ નથી. ધનતેરસે આભુષણો ખરીદવાથી ધનલાભ થતો હોવાનું માનવામાં આવે છે.

ગાંધીનગર જિલ્લા જ્વેલ‌ર્સ ઓસો.ના પ્રમુખ લાલજીભાઇ સોનીએ જણાવ્યું હતું કે જિલ્લાના ૪ તાલુકામાં ૬૦૦થી વધુ નાની-મોટી ઝવેરીઓની દૂકાનો છે. તેમાં આજે ધનતેરસ હોવાથી અંદાજે રૂ. ૧પ કરોડની કિંમતના સોના-ચાંદીના આભૂષણો અને લગડી તેમજ સિક્કાનું વેચાણ થયુ હોવાનો અંદાજ છે. જ્યારે આશ્વિ જ્વેલ‌ર્સના જીજ્ઞેશભાઇ સોનીએ જણાવ્યું કે સવારથી ગૃહિ‌ણીઓનો ધસારો વધારે જોવા મળ્યો હતો. ખાસ કરીને યુવતીઓમાં નાના આભૂષણોની વેરાઇટી ખરીદવાનો ક્રેઝ વલધારે હતો.

સેક્ટર-૨૪માં શિવમ જ્વેલ‌ર્સના પ્રણવભાઇ સોનીએ જણાવ્યું કે સોના-ચાંદીના ઉંચા ભાવ તેમજ મંદીનો માહોલ હોવા છતાં આ વર્ષે વેપારમાં સામાન્ય ઘટાડો જોવા મળ્યો છે. તેમ છતાં જિલ્લાભરના ઝવેરીઓને ત્યાં અંદાજે રૂ.૧૪થી ૧પ કરોડ રૂપિયાના સોના-ચોદીના આભૂષણો, સિક્કા, ગીની અને લગડીનું વેચાણ થયુ હોવાનાં આંકડા મળે છે.