• Gujarati News
  • તારાપુર સીમમાં સ્ક્રેપ ગોડાઉનમાં આગ ભભુકતા ૧૨ લાખનું નુકશાન

તારાપુર સીમમાં સ્ક્રેપ ગોડાઉનમાં આગ ભભુકતા ૧૨ લાખનું નુકશાન

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક


ભાસ્કર ન્યૂઝ. ગાંધીનગર

ગાંધીનગર તાલુકાનાં કાકાનાં તારાપુર ગામની સીમમાં આવેલા એક સ્ક્રેપ ગોડાઉનમાં મંગળવારે બપોરે અચાનક આગ ભભુકી ઉઠી હતી. આ ઘટનાની જાણ ગાંધીગનર ફાયર બ્રિગેડને કરવામાં આવતા ૭૦ હજાર લીટર પાણીનો ઉપયોગ કરીને આગ કાબુમાં લીધી હતી. આ આગમાં રૂ. ૧૨ લાખનું નુકશાન થયાનો પ્રાથમિક અંદાઝ છે.

સમગ્ર બનાવની પ્રાપ્ત વિગતોનુંસાર ગાંધીનગર તાલુકાનાં કાકાનાં તારાપુર ગામ પાસે આવેલા ચાંમુડા સ્ક્રેપ ગોડાઉનમાં મંગળવારે ભરબપોરે આગ લાગવાની ઘટના બની હતી. કાગળની પસ્તી તથા અન્ય ચિજ વસ્તુઓથી ઠસો ઠસ ભરેલા આ ગોડાઉનમાં મિનીટોનાં સમયમાં આગે રોદ્ર રૂપ ધારણ કરતા સમગ્ર ગોડાઉન આગમાં ઓજલ થઇ ગયુ હતું. આ ઘટનાની જાણ ગાંધીનગર ફાયર બ્રિગેડને કરવામાં આવતા ફાયર ટીમ ફાયર ફાઇટર સાથે સ્થળ પર પહોચી ગઇ હતી. પરંતુ આગનાં ગંભીરરૂપને ધ્યાને લઇને કલોલ ફાયર બ્રિગેડને પણ બોલાવી લેવામાં આવી હતી. જેના પગલે બંને ફાયર ટીમોએ સતત ૩ કલાક સુધી પાણીનો મારો ચલાવી ૭૦,૦૦૦ લીટરથી વધુ પાણીનો ઉપયોગ કરીને આગને કાબુમાં લીધી હતી. જો કે આગ ેએટલી હદે વિકરાળ બની ગઇ હતી કે મોટા ભાગની સામગ્રી બળીને ખાક થઇ ગઇ હતી. આ ઘટનામાં ગોડાઉનમાં તથા બો‌ર્ડ‌ર પર ઉભેલા ૧૦થી વધુ વુક્ષોને પણ નુકશાન પહોચ્યુ હતું.

ચાંમુડા સ્ક્રેપ ગોડાઉનનાં માલીક વિઠ્ઠલભાઇ જનકભાઇ બારોટનાં જણાવ્યાનુંસાર આગની શરૂઆત બપોરે ૧ વાગ્યાની આસપાસ થઇ હતી. પરંતુ આગ કેવી રીતે લાગી તે હજુ સુધી જાણી શકાયુ નથી.