• Gujarati News
  • રક્ત ચંદનના રેકેટની તપાસ માટે ગાંધીનગર પોલીસ આંધ્રપ્રદેશ રવાના

રક્ત ચંદનના રેકેટની તપાસ માટે ગાંધીનગર પોલીસ આંધ્રપ્રદેશ રવાના

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
((પેટા)) પીએસઆઇ અને ૬ પોલીસ સાથે એક આરોપીને સાથે લઇ જવાયો : પ્રદેશિક ભાષાના જાણકાર કોન્સ્ટેબલને પણ સાથે રાખ્યો

ભાસ્કર ન્યૂઝ .ગાંધીનગર

રક્ત ચંદનના રેકેટની તપાસ માટે એક આરોપીને સાથે લઇ ગાંધીનગર પોલીસ આંધ્રપ્રદેશ રવાના થઇ છે. ત્યાં જઇને તેઓ આખા કૌભાંડનાં મૂળ સુધી પહોંચવા તપાસનો ધમધમાટ શરૂ કરશે.

આંધ્રપ્રદેશ જવા માટે એક પીએસઆઇ અને ૬ માણસોની ટીમ બનાવાઇ છે. તેમાં પ્રાદેશિક ભાષા જાણતાં એક કોન્ટેબલનો પણ સમાવલેશ થાય છે. આખા કૌભાંડનો મૂળ સૂત્રધાર ક્રિશ્ના રેડ્ડી પકડાય તો આંતરરાષ્ટ્રિય રેકેટ બહાર આવે તેવી સંભાવના છે.

આ અંગેની વિગતો એવી છે કે ચંદનના લાકડા સાથેની એક ટ્રક આંધ્રપ્રદેશથી દિલ્હી તરફ લઇ જવામાં આવી રહી હતી. ત્યારે ગાંધીનગર આરઆરસેલની ટીમે આ ટ્રકને જિલ્લાના ડભોડા નજીક જેઠીપુરા ગામ નજીક વોચ ગોઠવી ઝડપી પીડી હતી. અને ૩ શખ્સોની ધરપકડ કરી રૂ. ૧.૪૯ કરોડના રક્ત ચંદનના લાકડાનો જથ્થો કબજે કર્યો હતો. દરમિયાન પોલીસે આરોપીઓને ૧૪ દિવસના રિમાન્ડ પર મેળવ્યા હતાં. પ્રાથમિક તપાસમાં મળેલી કેટલીક ચોંકાવનારી બાબતોને લક્ષમાં લઇ ગાંધીનગર પોલીસની ટીમ એક આરોપીને સાથે લઇ આંધ્રપ્રદેશ જવા માટે આજે નિકળી હતી.

આરઆરસેલની ટીમે તામીલનાડુ પાસીંગની ચંદન ભરેલી ટ્રક સાથે ચેન્નઇના અમર અલી મહમદ યુસુફ મુસ્લિમ તથા એસ. કે પાલ પાંડિયન કુલાન્ડાઇ અને તામિલનાડુના એન.સીનુંવાસન મળીને ૩ શખ્સોને ઝડપી લીધા હતા.

આ કોભંડની તપાસમાં આજે ગાંધીનગર પોલસના પીએસઆઇ એ.કે ભરવાડ તેમજ તેમની સાથે ૬ પોલીસના માણસોની ટીમ આંધ્રપ્રદેશ જવા રવાના થઇ છે.