તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • શિવ શિવ કરતી વિદાય લેતી ઠંડીૃચ્ ’ગાંધીનગરમાં પારો ૩૨.પ ડિગ્રી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શિવ શિવ કરતી વિદાય લેતી ઠંડીૃચ્/’ગાંધીનગરમાં પારો ૩૨.પ ડિગ્રી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ફેબ્રુઆરીના અંતિમ અઠવાડિયાથી ઉંચો જઇ રહેલો મહત્તમ ઉષ્ણતામાનનો પારો
ભાસ્કર ન્યૂઝ . ગાંધીનગર
કહેવાય છે કે શિવરાત્રીના દિવસથી શિવ શિવ કરતી ઠંડી વિદાય લેતી હોય છે. એ ક્રમ આજના યુગમાં પણ જળવાઇ લરહ્યો હયો તેમ આજથી જ ગરમીના પ્રમાણમાં એકાએક વધારો જોવા મળ્યો હતો. આજે ગાંધીનગર શહેરનું મહત્તમ ઉષ્ણતામાન ૩૨.પ અને લઘુત્તમ પારો વધીને ૧૪.પ ડિગ્રીએ અટક્યો હતો.
ફેબ્રુઆરીના અતિમ અઠવાડિયાથી ગાંધીનગર શહેર અને જિલ્લાના વાતાવરણમાં ફેરફારો થઇ રહ્યો છે. માર્ચ માસનો હજુ શરૂ થયો નથી ત્યાં મહત્તમ તાપમાનમાં વધારો થઇ રહ્યો છે. જો કે વહેલી સવારે અને મોડી રાત્રે હજુ વાતાવરણમાં ટંડક જોવા મળી રહી છે. પરંતુ સવારે ૧૧ વાગ્યાથી ગરમીનો અહેસાસ થવા લાગ્યો છે. બપોરના ૧૨થી ૪ સુધીના સમયગાળામાં તો પંખા અને એસી ધમધમી રહ્યાં છે. ગઇ કાલ સોમવાર કરતાં આજે મહત્તમ તાપમાનમાં વધારો નોંધાયો હતો.
સ્થાકિ હવામાન કચેરીના જણાવ્યા અનુસાર આજે ગુરુવારે ગાંધીનગર શહેરના તાપમાનમાં વધારો નોંધાયો છે. મહત્તમ તાપમાન ૩૨.પ ડિગ્રી અને લઘુત્તમ ૧૪.પ ડિગ્રી નોંધાયું છે. જ્યારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ સવારે વધી જતાં ૭૧ ટકા અને સાંજે પાંચ વાગ્યે ૨૬ ટકા જોવા મળ્યું છે. ગઇ કાલે મહત્તમ તાપમાન ૩૧ અને લઘુત્તમ ૧૪ ડિગ્રી નોંધાયુ હતું. તેની સાથે ભેજના પ્રમાણમાં પણ ફેરફાર થઇ રહ્યો છે.
આમ ઘટી રહેલા ભેજની સાથે મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં હવે ઉત્તરોત્તર વધારો થઇ રહ્યો છે જે આગામી દિવસોમાં તાપામાનના મહત્તમ પ્રમાણમાં વધારો નોંધાવાનો વર્તારો હવામાન ખાતા દ્વારા કરવામાં આવી રહ્યો છે. જો કે શહેરમાં વૃક્ષોની હારમાળાના કારણે ગાંધીનગર ગ્રિ‌ન સિટી તરેકી ઓળખાય છે. તેમ છતાં ગાંધીનગરમાં અમદાવાદ કરતા વિપરીત હવામાન જોવા મળે છે. ગાંધીનગરમાં વૃક્ષોની સંખ્યા વધારે હોવા છતાં અમદાવાદ કરતાં ગરમીમાં વધારો અનુભવાતો હોય છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

વધુ વાંચો