• Gujarati News
  • સેમકોમના વિદ્યાર્થીઓના મેડિકલ રેક‌ર્ડ‌ કોઇપણ ખૂણેથી મેળવી શકાશે

સેમકોમના વિદ્યાર્થીઓના મેડિકલ રેક‌ર્ડ‌ કોઇપણ ખૂણેથી મેળવી શકાશે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. આણંદ
વિશ્વના કોઇપણ ખૂણેથી મેડિકલ રેક‌ર્ડ‌ મેળવી શકાય તેવી સિસ્ટમ વલ્લભ વિદ્યાનગરની સેમકોમ કોલેજ દ્વારા વિકસાવવામાં આવી છે. પ્રથમવાર કોલેજ દ્વારા વિદ્યાર્થીઓના આરોગ્યની જાળવણી અર્થે નવો ચીલો ચાતર્યો છે. જે અંતર્ગત સેમકોમ કોલેજના એક હજાર ઉપરાંત વિદ્યાર્થીઓના મેડિકલ ડેટા ડિજિટલ ફોર્મમાં ઉપલબ્ધ કરાવાશે. કોલેજ દ્વારા સ્થાપિત કરાયેલી ઓનલાઇન હેલ્થકેર ઇન્ફર્મેશન મેનેજમેન્ટ સિસ્ટમ હેઠળ ડિજિટલ ફોર્મમાં ઉપલબ્ધ મેડિકલ રેક‌ર્ડ‌ કોઇપણ સ્થળેથી ઓનલાઇન પ્રાપ્ત થઇ શકે છે.
સેમકોમ કોલેજના પ્રિન્સિપલ ડો. નિખિલ ઝવેરીએ જણાવ્યું હતું કે કોલેજે વડોદરાની હેલ્થ રેકો‌ર્ડ‌સ ઇન્ડિયા. કોમ સાથે સંકલન કરીને ઓનલાઇન હેલ્થકેર ઇન્ફર્મેશન મેનેજમેન્ટ સિસ્ટમ સ્થાપિત કરી છે. જે અંતર્ગત કોલેજના એક હજાર વિદ્યાર્થીઓના મેડિકલ ડેટા ડિજિટલ ફોર્મમાં ઉપલબ્ધ કરાવાશે. જેથી વિદ્યાર્થીઓને સમયસરની તબીબી સારવાર લેવામાં તેમજ આરોગ્યની સંભાળ રાખવામાં ઓનલાઇન મેડિકલ રેક‌ર્ડ‌ ઘણી રીતે ઉપયોગી સાબિત થશે. વિદ્યાર્થીઓની જનરલ હેલ્થ બાબતની સમજણ પણ વિકસશે અને વાલીઓને તેમના સંતોનોની કાળજી લેવામાં સરળતા રહેશે. સંસ્થાના વહીવટકર્તા તરીકે અમને પણ આ સિસ્ટમથી વિદ્યાર્થીઓના હેલ્થ ટ્રેન્ડ અંગેની માહિ‌તી મળી રહેશે. જેથી અમે પણ વિદ્યાર્થીઓના આરોગ્યની જાળવણીમાં મદદરૂપ થઇ શકીશું. વિદ્યાર્થીઓમાં જોવા મળતી કેટલીક વિટામિનની ખામીઓને દુર કરવા કોલેજમાં હેલ્થ પ્રોગ્રામનું આયોજન કરવાની પણ વિચારણા ચાલી રહી છે.’
ઓનલાઇન હેલ્થકેર ઇન્ફર્મેશન મેનેજમેન્ટ સિસ્ટમ માટે સહાયરૂપ થનાર હેલ્થ રેકો‌ર્ડ‌સ ઇન્ડિયા.કોમ વેબસાઇટ તૈયાર કરનાર સેમકોમ કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થી સિદ્ધાર્થ પંચાલે જણાવ્યું હતું કે કોલેજમાં બીબીએ આઇટી મેનેજમેન્ટના અભ્યાસ દરમિયાન જ કંઈક નવીન કરવાનો વિચાર આવ્યો હતો. ડિજિટલ ફોર્મમાં ઉપલબ્ધ ડેટાના ઘણા ફાયદા હોય છે. સૌથી મોટો ફાયદો એ છે કે એને ગમે ત્યારે ગમે તે સ્થળેથી ઓનલાઇન જોઇ શકાય છે. એમાંય મેડિકલ ડેટા ઓનલાઇન ઉપલબ્ધ થતાં હોય તો ઘણી સરળતા રહે છે. તબીબી તપાસ, રસીકરણ કે સારવાર વિશેની ચોક્કસ માહિ‌તી તાત્કાલિક ઉપલબ્ધ થાય છે. જેથી અગાઉ કરાયેલી તબીબી ચકાસણી ફરીથી કરવાની રહેતી નથી. આ ઉપરાંત ઓનલાઇન માહિ‌તી ઉપલબ્ધ હોવાથી નામાંકિત તબીબોના અભિપ્રાય તેમજ માર્ગદર્શન મેળવવામાં પણ સરળતા રહે છે. સેમકોમના વિદ્યાર્થીઓની જેમ અન્ય વ્યકિતઓના મેડિકલ રેક‌ર્ડ‌ ડિજિટલ ફોર્મમાં ઓનલાઇન ઉપલબ્ધ કરવામાં આવે તો મેડિકલ સાયન્સમાં ઘણી રીતે ઉપયોગયી સાબિત થઇ શકે છે. દર્દીને સારવાર મેળવવામા તો સરળતા રહે છે. પણ મેડિકલના વિદ્યાર્થીઓ માટે પણ આ પ્રકારના ડેટા ઉપયોગી સાબિત થઇ શકે છે.’