• Gujarati News
  • ૪૨.પ ડિગ્રી: ચરોતરમાં સીઝનનો હોટેસ્ટ ડે

૪૨.પ ડિગ્રી: ચરોતરમાં સીઝનનો હોટેસ્ટ ડે

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ . આણંદ
છેલ્લા પાંચ દિવસમાં ૪૦ ડિગ્રીને વટાવી ગયેલો તાપમાનનો પારો સોમવારે ૪૨.પ ડિગ્રીએ પહોંચ્યો હતો. ઉનાળાની શરૂઆત બાદ સોમવારે હોટેસ્ટ ડે રહ્યો હતો. જેનાં કારણે અસહ્ય ગરમીથી લોકો ત્રાહિ‌મામ પોકારી ઊઠયાં હતા. આગામી ત્રણ દિવસ તાપમાનનો પારો ઉંચો રહેવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.
આણંદ કૃષિ યુનિવર્સિ‌ટીના હવામાન વિભાગના જણાવ્યાં અનુસાર, સોમવારે મહત્તમ તાપમાન ૪૨.પ ડિગ્રી, લઘુત્તમ તાપમાન ૨૪.૨ ડિગ્રી, ભેજનું પ્રમાણ ૭૭ ટકા, પવનની ગતિ ૩.૨ કિમી પ્રતિ કલાક અને દિશા દક્ષિણ-પ‌શ્ચિ‌મ નોંધાઇ હતી. સોમવારે તાપમાનનો પારો સિઝનનો સૌથી ઉંચો ૪૨.પ ડિગ્રી નોંધાયો હતો.
સૂર્યદેવના આકરાં કિરણોથી ધરતી ધગધગીઉઠી હતી. વાતાવરણ અગનભઠ્ઠીમાં ફેરવાઇ ગયું હતું. ગરમીના પ્રકોપમાં લોકોનું બહાર નીકળવું મુશ્કેલ બની ગયું હતું. આગામી ત્રણ દિવસમાં તાપમાનનો પારો ઊંચો રહેવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે, જેથી ગરમીનો પ્રકોપ યથાવત રહેશે.
આણંદમાં સપ્તાહ દરમિયાન ગરમીનું પ્રમાણ વધુ જોવા મળ્યું હતું. જેને કારણે જનજીવન પર પણ અસર પહોંચી છે. બપોર થથાં જ રસ્તાઓ સુમસામ થઈ જાય છે, જ્યારે મોડી રાત સુધઈ ચહલપહલ જોવા મળે છે.