• Gujarati News
  • આણંદ ખેડામાં તાપમાનનો પારો ૪૦ ડિગ્રીને આંબી ગયો

આણંદ - ખેડામાં તાપમાનનો પારો ૪૦ ડિગ્રીને આંબી ગયો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. આણંદ
આણંદ શહેર સહિ‌ત જિલ્લામાં બુધવારે મહત્તમ તાપમાનનો પારો ૪૦ ડિગ્રીને આંબી ગયો હતો, બપોરેના આકાશમાંથી અગનવર્ષા થઇ રહી હોય તેવી ગરમી અનુભવાઇ હતી. છેલ્લા ચાર દિવસથી પવનની દિશા બદલાતા તાપમાનમાં વધ-ઘટ નોંધાઇ રહી છે. છતાં ગરમીનો પ્રકોપ લોકોને અકળાવી રહ્યો છે. વાતાવરણમાં ભેજનું પ્રમાણ પણ વધુ હોય સાંજ ઢળતાં ઉકળાટના કારણે પરસેવે રેબઝેબ થઇ જતાં લોકોને ગરમીથી રાહત મળતી નથી. આગામી ૨પમી એપ્રિલ બાદ તાપમાનનો પારો વધવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. જેથી ગરમી મિજાજ વધુ ઉગ્ર વિભાગના જણાવ્યા અનુસાર બુધવાર મહત્તમ તાપમાન ૪૦.૨ ડિગ્રી લઘુત્તમ તાપમાન ૨૨.પ ડિગ્રી, ભેજનું પ્રમાણ ૯૨ ટકા, પવનની ગતિ ૩ કિમી પ્રતિ કલાક અને દિશા ઉત્તર-પૂર્વ નોંધાઇ હતી. બુધવારે મહત્તમ તાપમાનનો પારો ૪૦.૨ ડિગ્રીએ પહોંચતા દિવસના આગઝરતી ગરમી અનુભવાઇ હતી. બપોરના સૂર્યદેવના તેજ કિરણો ધરતી પણ ધગધગી ઉઠી હતી. સવારથી સાંજ સુધી અગનભઠ્ઠામાં શેકાઇ રહ્યા હોય તેવી અસહ્ય ગરમીથી સમગ્ર જનજીવન પ્રભાવિત થયું હતું. ગરમીના કારણે બપોરના માર્ગો અને બજારોમાં પણ લોકોની અવરજવર ઓછી જોવા મળતી હતી. ગરમીના પ્રકોપથી બચવા બપોરના સમયે લોકો બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. સાંજ ઢળ્યા બાદ પણ વાતાવરણમાં અસહ્ય ઉકળાટ અનુભવાય રહ્યો હતો.
ભારતન મોસમ વિજ્ઞાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસમાં તાપમાનમાં વધ-ઘટ સાથે ગરમીનું મોજુ યથાવત રહેવાની આગાહી કરવામાં આવી છે. ૨પમી એપ્રિલ બાદ મહત્તમ તાપમાનનો પારો એક થી બે ડિગ્રી વધવાનો વર્તારો કરવામાં આવ્યો છે.