• Gujarati News
  • ફતિયાબાદ પાસે ટ્રકે રિક્ષાને ટક્કર મારતાં ૬ને ગંભીર ઈજા

ફતિયાબાદ પાસે ટ્રકે રિક્ષાને ટક્કર મારતાં ૬ને ગંભીર ઈજા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. નડિયાદ
કઠલાલ- કપડવંજ રોડ પર આવેલ ફતિયાબાદ નજીક ટ્રક સામેથી આવતી રિક્ષા સાથે ધડાકાભેર અથડાઈ હતી. જેથી રિક્ષામાં બેઠેલા ૬ મુસાફરોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેમાં એક મહિ‌લાનું મૃત્યુ નીપજ્યુ હતું.
કઠલાલ મંગલમૂર્તિ‌ સોસાયટીમાં અંકુરભાઈ જયંતિભાઈ શર્મા રહે છે. શનિવારે બપોરના તેમના પત્ની સંગીતાબેન, રંજનબેન રાજેશભાઈ શર્મા, હર્ષદભાઈ, કૈલાસબેન, નંદાબેન અને સુશીલાબેન એક રિક્ષા નં. જી.જે.૭.વાય.વાય-૧પ૧૧માં કપડવંજથી કઠલાલ તરફ જતા હતા. તેઓની રિક્ષા ફતિયાબાદ ગામની સીમમાંથી પસાર થઈ રહી હતી. તે દરમિયાન સામેથી પુરપાટ ઝડપે આવતી એક ટ્રક નં. જી.જે.૯.ઝેડ-૯૪૨૯ ના ચાલકે રિક્ષાને ટક્કર મારતાં રિક્ષા રોડની સાઈડે પલ્ટી ખાઈ ગઈ હતી. જેથી રિક્ષામાં બેઠેલા છ મુસાફરોને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી. ગંભીર રીતે ઘવાયેલા આ મુસાફરોને તાત્કાલિક સારવાર અર્થે નડિયાદની હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં સારવાર દરમિયાન રંજનબેન રાજેશભાઈ શર્માનું મૃત્યુ નીપજ્યુ હતું. આ બનાવ સંદર્ભે સંગીતાબેન શર્માની ફરિયાદના આધારે આતરસુંબા પોલીસે ટ્રકચાલક વિરૂદ્ધ ગુનો નોંધ્યો હતો.