• Gujarati News
  • ટ્રકની ટક્કરે રાહદારી યુવકનું મૃત્યુ

ટ્રકની ટક્કરે રાહદારી યુવકનું મૃત્યુ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. નડિયાદ
ખેડા ધોળકા રોડ પર આવેલ રઢુ ગામની સીમમાં એક ટ્રકચાલકે પોતાની ટ્રક બેફિકરાઈ અને પુરઝડપે હંકારી રાહદારી યુવકને ટક્કર મારતાં શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી. ગંભીર રીતે ઘવાયેલા રાહદારી યુવકનું ઘટનાસ્થળે મૃત્યુ નીપજ્યુ હતું. આ બનાવ સંદર્ભે ખેડા પોલીસે ટ્રકચાલક વિરૂદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રા માહિ‌તી અનુસાર ખેડા તાલુકાના રઢુ ગામે રહેતા રાજુભાઈ રવિવારે સવારે ૮.૩૦ કલાકે ગામની સીમમાં આવેલ રોડ પરથી પસાર થતા હતા. તે વખતે એક ટ્રક નં. જી.જે.૧૨.ઓ.યુ-૬૪૧૯ના ચાલકે પોતાની ટ્રક બેફિકરાઈ અને ગફલતભરી રીતે પુરઝડપે હંકારી રાહદારી રાજુભાઈને અડફેટમાં લેતાં તેઓ રોડ પર પટકાયા હતા. તેઓને માથાના તેમજ શરીરના અન્ય ભાગોએ ગંભીર ઈજાઓ થતાં રાજુભાઈનું ઘટનાસ્થળે મૃત્યુ નીપજ્યુ હતું. આ બનાવ સંદર્ભે કમલેશભાઈ કાનજીભાઈ પગીની ફરિયાદના આધારે ખેડા પોલીસે ટ્રકચાલક વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ પોસઈ એમ.સી.સંગત્યાણી ચલાવી રહ્યા છે.
આ માર્ગ પર વારંવાર બનતાં અકસ્માતનો કારણે આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકોમાં પણ ફફડાટ ફેલાઈ ગયો છે. આથી સુરક્ષા વધારવા માગણી કરવામાં આવી છે.