• Gujarati News
  • ભાજપના મિશન ૨૬ સામે રાહુલ ગાંધી સભા ગજવશે

ભાજપના મિશન ૨૬ સામે રાહુલ ગાંધી સભા ગજવશે

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. નડિયાદ, બાલાસિનોર
ગુજરાતમાં લોકસભાની સામાન્ય ચૂંટણી માટે ચૂંટણી પંચે ૩૦મી એપ્રિલે મતદાન પ્રક્રિયાની ઘોષણા કરતાની સાથે જ મુખ્ય રાજકીય પક્ષોએ ઉમેદવાર પસંદગી માટે તેમ જ વેગવંતી પ્રચાર ઝુંબેશ માટે કમર કસી લીધી છે. ત્યારે ગુજરાતમાં ભાજપના મિશન - ૨૬ સામે પડકાર આપવા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા બાલાસિનોરમાં ૧૧મી માર્ચે કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીની જાહેરસભા યોજીને રાજ્યમાં ચૂંટણી પ્રચારનો આરંભ કરાશે. સદર સભાને અનુલક્ષીને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ઉપરાંત ખેડા - આણંદ સહિ‌ત કુલ પ જેટલી લોકસભા બેઠક વિસ્તારના અગ્રણીઓ તેમ જ કાર્યકરો દ્વારા બેઠકોના દૌર સાથે તમામ તૈયારીઓને આખરી ઓપ આપવાની દિશામાં દોડધામ આદરી છે. જેના પગલે મધ્ય ગુજરાતમાં મોસમના મિજાજ સાથે રાજકીય ગરમાવો પણ ધીમા પગલે વેગ પકડી રહ્યો છે.
બાલાસિનોરમાં ૧૧મી માર્ચને મંગળવારે કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીની સભા માટે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા બાલાસિનોર ફાગવેલ રોડ પરના ખુલ્લા મેદાનનું સ્થળ નિયત કરી દેવાયુ છે. તેમ જ તાલુકાકક્ષાએથી મળેલ માહિ‌તી મુજબ મંગળવારે બપોરે ૧૨ કલાકની આસપાસના સુમારે યોજાનાર જાહેર સભામાં મધ્ય ગુજરાતની ૪ તેમ જ ઉત્તર ગુજરાતની ૧ લોકસભા બેઠક વિસ્તારમાંથી જનમેદની ઉમટવાનો અંદાજ રાખવામાં આવી રહ્યો છે. જેમાં કોંગ્રેસનો ગઢ ગણાતા ખેડા, આણંદ, દાહોદ ઉપરાંત પંચમહાલ - સાબરકાંઠા લોકસભા બેઠક વિસ્તારનો સમાવેશ થાય છે. સદર સભામાં ગુજરાત પ્રદેશના પ્રભારી ગુરૂદાસ કામત, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અર્જુનભાઈ મોઢવાડિયા, વિધાનસભાના વિપક્ષ નેતા ને કપડવંજ ધારાસભ્ય શંકરસિંહ વાઘેલા સહિ‌ત રાજ્યભરમાંથી કોંગ્રેસના ધારાસભ્યો તેમ જ પ્રદેશ કોંગ્રેસના તમામ હોદ્દેદારો મોટીસંખ્યામાં ઉપસ્થિત રહેનાર છે. એક સમયે ખેડા જિલ્લાના હાલ મહીસાગર જિલ્લામાં સમાવષ્ટિ બાલાસિનોરની રાહુલ ગાંધીની સભા માટે પસંદગી કરાતા મહીસાગર તેમ જ પંચમહાલ જિલ્લાના કોંગ્રેસ કાર્યકરોમાં ભારે ઉત્સાહની લાગણી છવાઈ છે. અત્રે ઉલ્લેખનિય છે કે ઓલ ઈન્ડીયા કોંગ્રેસના ઉપાધ્યક્ષનો પદભાર સંભાળ્યા બાદ રાહુલ ગાંધીની ગુજરાતમાં બારડોલી મુકામે સભા યોજાઈ હતી. ત્યારબાદ ચૂંટણીની ઘોષણા બાદ તેઓની બીજી સભા મહીસાગર જિલ્લાના બાલાસિનોર મુકામે યોજાઈ રહી છે.