• Gujarati News
  • પ્રેરણાં એ આંતરિક ચાલક બળ છે : સ્વામી સચ્ચિદાનંદ

પ્રેરણાં એ આંતરિક ચાલક બળ છે : સ્વામી સચ્ચિદાનંદ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. આણંદ
ચાંગા સ્થિત ચરોતર યુનિવર્સિ‌ટી ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજી ((ચારૂસેટ)) ખાતે અશોક એન્ડ રીટા પટેલ ઇન્સ્ટિ‌ટયૂટ ઓફ ફિઝિયોથેરાપી ભવનનું લોકાર્પણ કરતાં સ્વામી સચ્ચિદાનંદે જણાવ્યું હતું કે પ્રેરણા એ આંતરિક ચાલકબળ છે, જેને વ્યક્તિએ પોતે પોતાનામાંથી જ આત્મસાત કરવાની હોય છે.’ આ પ્રસંગે ચરોતર ઇન્સ્ટિ‌ટયૂટ ઓફ ફિઝિયોથેરાપીનું પુન: નામાભિધાન અને પાંચમો વાર્ષિ‌કોત્સવ યોજવામાં આવ્યો હતો.
સમારોહમાં દંતાલી આશ્રમના સ્વામી સચ્ચિદાનંદે જણાવ્યું હતું કે દાન જ સાચો ધર્મ છે અને દાન દ્વારા સમાજના ઉત્થાનમાં જ જીવનની સાર્થકતા રહેલી છે. ગ્રામીણ વિસ્તારના ખોળામાં ઉછરેલી આ સંસ્થાએ શૂન્યમાંથી સર્જન કર્યું છે.’ કેળવણી મંડળના મંત્રી ડો. એમ. સી. પટેલે પ્રાસંગિક પ્રવચન કરતાં સહિ‌યારી સમાજયાત્રાથી લઇને સહિ‌યારી શિક્ષણયાત્રા અને સહિ‌યારી સ્વાસ્થ્યયાત્રા સુધીની પ્રગતિ ગાથા વર્ણવી હતી. સંસ્થાના દાતા અશોકભાઈ પટેલ અનિવાર્ય કારણોસર અમેરિકાથી આવી ન શકતાં કેળવણી મંડળ આજ ગતિથી ભવિષ્યમાં પ્રગતિ કરી આંતર રાષ્ટ્રિયકક્ષાએ ચરોતરનું નામ રોશન કરે તેવો સંદેશ પાઠવ્યો હતો.
આ પ્રસંગે ચારૂસેટના પ્રમુખ સુરેન્દ્ર પટેલે પરિવારની સમાજસેવાની ભાવનાને બિરદાવી હતી. વર્ષ દરમિયાન વિશષ્ટિ સિદ્ધિ હાંસલ કરનાર વિદ્યાર્થીઓને પુરસ્કાર, ટ્રોફી અને સન્માનપત્ર આપી મહાનુભાવોના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે નગીન પટેલ, ડો. બી. જી. પટેલ, સી. એ. પટેલ, કિરણભાઈ પટેલ, વિરેન્દ્રભાઈ પટેલ, ધીરુભાઈ પટેલ અને જશભાઇ પટેલ, આર. વી. પટેલ અને ચારૂસેટના એડવાઇઝ‌ર્સ વિવિધ શાખાઓના ડીન,
પ્રિન્સિપલ અને ફેકલ્ટી મેમ્બ‌ર્સ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતે ખજાનચી કિરણ પટેલે આભારદર્શન કર્યું હતું.