તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • વિકાસના કામો ઝડપથી શરૂ થાય તે માટે તંત્ર પર દબાણ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિકાસના કામો ઝડપથી શરૂ થાય તે માટે તંત્ર પર દબાણ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. આણંદ
લોકસભાની ચૂંટણીના ભણકારાં વાગી રહ્યા છે અને ગમે ત્યારે આચાર સંહિ‌તા બારણે ટકોરાં મારી રહી છે. આ ધમાધમમાં વિકાસ કામોને ઝડપથી સૈદ્ધાંતિક મંજુરથી લઈ ટેન્ડર બહાર પાડવા, વર્કઓ‌ર્ડ‌ર આપવાની ઉતાવળમાં તંત્રનો એક આખો વર્ગ કામે લાગી ગયો છે. કરોડોના કામો મંજુર કરવા તંત્ર પાસે થોડો સપ્તાહ જેવો સમય બાકી રહ્યો છે.
આણંદ જિલ્લા સહીત દેશભરમાં લોકસભાની ચૂંટણી યોજાનાર છે, આ ચૂંટણીની જાહેરાત એક સપ્તાહના ટૂંકાગાળામાં થાય તેવી શક્યતા ઉચ્ચ અધિકારીઓ વ્યક્ત કરી રહ્યાં છે. આ ઉપરાંત માર્ચ માસ દરમિયાન આચાર સંહીતા અમલમાં હોવાના કારણે એક તરફ નાણાકીય વર્ષ પૂર્ણ થશે. આ ગાળામાં વિકાસના કામોની દરખાસ્તથી લઈ છેક ટેન્ડરીંગ, સૈદ્ધાંતીક મંજુર સહીતની કામગીરી આટોપી લેવા તંત્ર પર દબાણ વધ્યું છે.
આણંદ જિલ્લાની ૧૧ નગરપાલિકા, ગ્રામ પંચાયત, તાલુકા પંચાયતો સહીત કેટલીક સરકારી કચેરીઓ પણ ટેન્ડીંગની કામગીરી ઝડપથી બનાવવામાં આવી છે. જ્યારે ઉચ્ચ કક્ષાએ પણ દરખાસ્ત મંગાવી તેની મંજુર માટે અધિકારીઓમાં દોડધામ જોવા મળી રહી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

વધુ વાંચો