તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • કૌભાંડની સુનામીથી ભરતી પરીક્ષામાં ઉમેદવારોની ઓટ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કૌભાંડની સુનામીથી ભરતી પરીક્ષામાં ઉમેદવારોની ઓટ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ . આણંદ
આણંદમાં જિલ્લા પંચાયત સેવા પસંદગી સમિતિની તાજેતરમાં લેવાયેલી ભરતી પરીક્ષામાં પ૩.૭૪ ટકા જેટલાં ઉમેદવારો ગેરહાજર રહેતાં વહીવટી તંત્ર પણ આશ્ચર્યમાં પડી ગયું છે. સામાન્ય રીતે ભરતી પરીક્ષામાં ઉમેદવારો પડાપડી કરતાં હોય છે, ત્યારે આ વખતે ભરતી પરીક્ષા દરમિયાન વાતાવરણ શુષ્ક રહ્યું હતું. સરકારી ભરતી પરીક્ષામાં થતાં કૌભાંડોનો અસર પણ હોવાનું જાણકારો મત વ્યક્ત કરી રહ્યાં છે.
આણંદ જિલ્લા પંચાયત સેવા સમિતિ દ્વારા તાજેતરમાં જૂનિયર કલાર્ક, તલાટી કમ મંત્રી, ફિમેલ હેલ્થ વર્કર સહિ‌તની જગ્યાની ભરતી પરીક્ષા યોજાઈ હતી. આ ભરતી પરીક્ષામાં ઉમેદવારોનો ઉત્સાહ ઠંડો જોવા મળ્યો હતો. ગયા મહિ‌ને જ મહેસૂલી તલાટીની ભરતીમાં ઉમેદવારો ધસારો જોવા મળ્યો હતો, ત્યાં એક માસના ટૂંકા ગાળામાં બીજી ભરતી પરીક્ષામાં ઉમેદવારો ઠંડા પડી જવા પાછળનું કારણ ખુદ તંત્રના અધિકારીઓ માટે પણ વિચારનો મુદ્દો માગી લે તેવો છે.
આ બાબતે શિક્ષણવિદ્દોનો મત છે કે રેવન્યુ તલાટીની ભરતીમાં ઉમેદવારો પાસેથી કરોડો રૂપિયા ખંખેરનારા કલ્યાણસિંહ ચંપાવતનું કૌભાંડ બહાર આવતાં ઉમેદવારોમાં ભરતી પરીક્ષા પરથી ભરોસો ઊઠી ગયો છે. આ ઉપરાંત થોડાં સમય પહેલાં જ ચીફ ઓફિસરની લેવાયેલી પરીક્ષામાં પણ પેપર લીક થયાનું બહાર આવ્યું હતું. ટૂંકા ગાળામાં આ કૌભાંડો બહાર આવતાં ઉમેદવારો પણ મૂંઝવણમાં મુકાઈ ગયાં છે. ભરતી પરીક્ષાની સિસ્ટમ પર જ પ્રશ્નાર્થ સર્જા‍યો છે. પેપર લીક થવા કે બહારથી સેટિંગ કરાવી આપી પાસ કરાવી આપવાના કૌભાંડના કારણે જિલ્લા પંચાયતની ભરતી પરીક્ષામાં ઉમેદવારોની પાંખી હાજરી જોવા મળી છે.’

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

વધુ વાંચો