• Gujarati News
  • @ઘટના ગત વર્ષના ૨૪ ડિસેમ્બરની સુપ્રીમ કો‌ર્ટે તપાસ સમિતિની રચના કરી

@ઘટના ગત વર્ષના ૨૪ ડિસેમ્બરની સુપ્રીમ કો‌ર્ટે તપાસ સમિતિની રચના કરી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ નેટવર્ક. નવી દિલ્હી
સુપ્રીમ કો‌ર્ટના નિવૃત્ત જજ પર એક યુવાન વકીલ સ્ટેલા જેમ્સે જાતીય શોષણનો આરોપ મૂક્યો છે. ઘટના ગયા વર્ષે ૨૪ ડિસેમ્બરની છે. તે સમયે સ્ટેલા તે જજ હેઠળ ઈન્ટર્નશિપ કરી રહી હતી. જજનું નામ જાહેર કરાયું નથી. સ્ટેલાએ ગયા સપ્તાહે જર્નલ ઓફ ઈન્ડિયન લો સોસાયટીની વેબસાઈટ પર તેના બ્લોગમાં આ ઘટસ્ફોટ કર્યો છે. તેણે લખ્યું છે કે જજ યુવતીઓનું શોષણ કરે છે. કારકિર્દીની ચિંતામાં યુવતીઓ જાહેરમાં આવતી નથી. મારે આવી કોઈ સમસ્યા નથી. ગયા વર્ષે ૧૬ ડિસેમ્બરની સામિૂહક દુષ્કર્મની ઘટનાના વિરોધમાં દિલ્હીમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યા હતા. તે સમયે દિલ્હીની જ એક હોટેલના રૂમમાં ક્રિસમસ પહેલાંની રાત્રે મારું જાતીય શોષણ થયું હતું.’
કેસ ધ્યાનમાં આવ્યા બાદ સુપ્રીમ કો‌ર્ટના ચીફ જસ્ટિસ પી. સદાશિવમે આરોપોની તપાસ માટે ત્રણ સભ્યોની સમિતિ રચી છે. તેના વડા સદાશિવમ પોતે જ છે. બાકીના જજ જસ્ટિસ રંજન ગોગોઈ અને શિવા કીર્તિ‌ સિંહ છે. વરિષ્ઠ વકીલ એમએલ શર્માએ બેન્ચ સમક્ષ મામલો ઉઠાવ્યો હતો. ... અનુસંધાન પાના નં. ૧પ

એટર્ની જનરલ જી.ઈ. વહાણવટીએ કહ્યું કે કેસ ખૂબ જ ગંભીર છે. ચીફ જસ્ટિસે કહ્યું કે ફેક્ટ ફાઈન્ડિંગ કમિટી બનાવી છે. તે મંગળવારે સાંજથી જ કામગીરી શરૂ કરી દેશે.
જજની ચેમ્બરમાં શોષણ થાય છે
સ્ટેલાએ કાનૂની બાબતોના રિપો‌ર્ટ રજૂ કરતી વેબસાઈટ લીગલી ઈન્ડિયાને ઈન્ટરવ્યૂ પણ આપ્યો છે જેમાં તેણે કહ્યું છે કે હું હતપ્રભ હતી. તમે વિચારી પણ ન શકો કે સુપ્રીમ કો‌ર્ટના જજ કોઈ વ્યક્તિનું શોષણ કરશે. પરંતુ આ મારા પૂરતું સીમિત નથી. મેં એ જ જજના ત્રણ((જાતીય શોષણના)) કેસ સાંભળ્યા છે. ઓછામાં ઓછી ચાર યુવતીઓનું અન્ય જજ શોષણ કરી રહ્યા છે. મોટાભાગના કેસ જજની ચેમ્બરના જ છે. ત્યાં ઘણાં લોકો હોય છે. આથી સ્થિતિ વધારે ખરાબ નથી થઈ. હું એક એવી યુવતીને પણ જાણું છું, જેનો સતત લાભ લેવામાં આવી રહ્યો છે. તેનું કામ કરવાનું પણ મુશ્કેલ બની ગયું છે.’
પુરાવા નહોતા, આથી અત્યાર સુધી ચૂપ હતી
ઈન્ટરવ્યૂમાં સ્ટેલાએ કહ્યું કે મેં એ જ જજના શોષણનો ભોગ બનેલી બે અન્ય યુવતીઓનો સંપર્ક કર્યો હતો. પરંતુ તેમણે ડરને કારણે કંઈ કહેવાનો ઈનકાર કરી દીધો. તે તેમની કારકિર્દી ખરાબ કરવા માગતી ન હતી. આખરે તે સુપ્રીમ કો‌ર્ટના જજ છે. અમારી બદલે તેમને જ સાચા ગણવામાં આવે. મારી પાસે તો પુરાવા પણ ન હતા. દિલ્હીની એક હોટેલમાં આ ઘટના બની. હું ત્યાં જાતે ગઈ હતી. પરત ફરતી વખતે પણ ખૂબ જ શાંત હતી. મેં તે સમયની ઘટનાની વાત કોઈને કરી ન હતી.’
અને હવે એટલા માટે ઘટસ્ફોટ કર્યો...
સ્ટેલાને ટાંકીને લીગલી ઈન્ડિયાએ લખ્યું છે કે હું થોડી ડરી ગઈ હતી. મેં કેટલાક મિત્રો સાથે વાત કરી. તેઓ એવી સ્થિતિમાં હતા જ્યાં આ જજ મહત્ત્વની ભૂમિકા((સુપ્રીમ કો‌ર્ટ કે કોલેજમાં ભણાવવાનું કામ))માં હતા. તેમને તેમની કારકિર્દી બગડશે તેનો ડર હતો. મને અહીં નેચરલ જસ્ટિસ સંસ્થામાં કોઈ તકલીફ નથી. મારી ટીમ ખૂબ જ સપોર્ટિ‌વ છે. ત્રણ સહયોગીઓએ મારો બ્લોગ પ્રસિદ્ધ થયા પહેલાં જ વાંચ્યો હતો. અહીં મારી સાથે ૨પ લોકોની ટીમ છે. મને વિશ્વાસ છે કે જો હું જાહેરમાં આવીશ તો મારી સમગ્ર ટીમ મારી સાથે ઊભી રહેશે.’
જજનું નામ છુપાવ્યું...કારણ કે પ્રતિષ્ઠાની ચિંતા છે
જજનું નામ જાહેર કરાયું નથી જે અંગે સ્ટેલાએ બ્લોગ પર લખ્યું કે તે વ્યક્તિ પ્રત્યે મારો કોઈ બદ્ઈરાદો નથી. તે વ્યક્તિના જીવનભરના કાર્યો અને પ્રસિદ્ધિ અંગે પણ હું શંકા નથી કરવા નથી માગતી. પરંતુ મારી એ ફરજ છે કે અન્ય યુવતીઓને આ પ્રકારની સ્થિતિમાંથી પસાર ન થવું પડે.’ સ્ટેલાએ આ જ પ્રશ્ન અંગે ઈન્ટરવ્યૂમાં કહ્યું કે મેં તેમની સાથે છ મહિ‌ના કામ કર્યું. તે ઘટના સુધી તેમનું વર્તન ઘણું સારું હતું. હું એક જ ઘટના અંગે તેમનું સમગ્ર જીવન બરબાદ કરવા નથી માગતી. લોકોને ખબર પડશે કે તેમણે યુવતીઓનું શોષણ કર્યું તો તેમને માત્ર એ જ દૃષ્ટિકોણથી લોકો જોશે.’