• Gujarati News
  • કોંગ્રેસના સાંસદ ૃચ્ ’સંજયસિંહ ભાજપના ૃચ્ ’નેતાઓ સાથે મંચ પર

કોંગ્રેસના સાંસદ ૃચ્/’સંજયસિંહ ભાજપના ૃચ્/’નેતાઓ સાથે મંચ પર

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પીટીઆઈ. અમેઠી
ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસના સુલતાનપુરના સાંસદ સંજયસિંહ ભાજપની નિકટ જઈ રહ્યા હોવાની અફવાને હવા મળી છે. સંજયસિંહ મંગળવારે અમેઠીમાં તેમના જન્મદિવસે ભાજપના અનેક નેતાઓ સાથે મંચ પર જોવા મળ્યા હતા. જોકે તેમણે હાલ તો પત્તું ખોલ્યું નથી.
અમેઠી રાહુલ ગાંધીનો લોકસભા મતવિસ્તાર છે.
ભાજપના ભૂતપૂર્વ ધારાસભ્ય તેજભાણસિંહ સહિ‌તના નેતાઓ સંજયસિંહ સાથે એક મંચ પર જોવા મળ્યા હતા. સંજયસિંહે તેમના વક્તવ્ય દરમિયાન ભાજપના ધારાસભ્યનું અનેકવાર નામ લીધું હતું.
સંજયસિંહને પ્રશ્ન પૂછાયો હતો કે તમે અમેઠી લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટણી લડશો, તેના જવાબમાં તેમણે કહ્યું કે ઉમેદવારોની યાદી તૈયાર થશે ત્યારે સ્પષ્ટ થઈ જશે. સિંહે કહ્યું કે મેં રાજનીતિ છોડી નથી.




રાજકીય પક્ષો લોકસભાની ચૂંટણી માટે ઉમેદવારોની યાદી તૈયાર કરશે ત્યારે બધું સ્પષ્ટ થઈ જશે.’ તેમણે કહ્યું કે અમેઠીએ સમયાંતરે બહારના લોકોને પાઠ ભણાવ્યો છે. અમેઠીમાં એવા ઘણાં લોકો છે જે ઉત્તર પ્રદેશના પણ નથી. અમેઠી અને તેની જનતા માટે જરૂરી હશે તે મુજબ હું નિર્ણય લઈશ.’
સંજયસિંહે ઉમેર્યું કે અમેઠી, રાયબરેલી અને સુલતાનપુરે સમયાંતરે બહારના લોકોને નકારી કાઢીને તાકાત બતાવી છે.’ ઉલ્લેખનીય છે કે રાયબરેલી કોંગ્રેસના પ્રમુખ સોનિયા ગાંધીનો લોકસભા મતવિસ્તાર છે.