• Gujarati News
  • રેલવે સ્ટેશન પર એસ્કેલેટર બંધ હાલતમાં : પ્રવાસીઓ હેરાન

રેલવે સ્ટેશન પર એસ્કેલેટર બંધ હાલતમાં : પ્રવાસીઓ હેરાન

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ . અમદાવાદ
પ્રવાસીઓની સુવિધા માટે અમદાવાદ રેલવે સ્ટેશને લાંબા વિવાદ બાદ શરૂ કરવામાં આવેલ એસ્કેલેટર છેલ્લા પાંચ દિવસથી બંધ હાલતમાં હોવાથી પ્રવાસીઓને ભારે હાલાકી થઈ રહી છે. એસ્કેલેટર પર આવતા
લોકોને તેમના સામાન સાથે સીડીની જેમ આ એસ્કેલેટરનો ઉપયોગ કરતા હોય છે.
આ અંગે રેલવે સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ સ્ટેશન પર લગભગ ૬ વર્ષ પહેલા મંજૂર થયેલ એસ્કેલેટર લગભગ ૨ કરોડ રૂપિયાના ખર્ચે લગાવ્યા બાદ સપ્ટેમ્બર મહિ‌નામાં લોકો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. પરંતુ આ એસ્કેલેટર શરૂ થયા બાદ અપ સાઈડનો એસ્કેલેટર ચાલુ હોય છે પરંતુ ડાઉન સાઈડનો એસ્કેલેટર અવાર નવાર બંધ પડી જતો હોવાથી લોકોને ભારે હેરાનગતિ ભોગવવી પડે છે. આ અંગે અમદાવાદ રેલવે સ્ટેશનના મેનેજર વિમલ ત્રિપાઠીને પૂછવામાં આવતા તેમણે પણ સ્વીકાર્યું હતું કે, ડાઉન સાઈડનો એસ્કેલેટર બંધ હાલતમાં છે. જો કે આ એસ્કેલેટરની મોટર પાંચ - છ દિવસ પહેલાં બળી ગઈ હોવાનું તેમણે જણાવ્યું હતું. વધુમાં અધિકારીએ કહ્યું કે, આ એસ્કેલેટરની નવી મોટર મંગાવવામાં આવી છે અને એકાદ દિવસમાં તે ફિટ થઈ જતા ફરીથી આ એસ્કેલેટર લોકો માટે ચાલુ કરી દેવામાં આવશે.
અગાઉ પણ રેલવે સ્ટેશન પર એસ્કેલેટર લગાવાયાના એક મહિ‌ના બાદ તુરંત જ બેલ્ટમાં ખામી સર્જા‍વાના કારણે એસ્કેલેટર બંધ પડી જવા પામ્યું હતું જેના કારણે પ્રવાસીઓને ભારે હાલાકી પડી હતી.