• Gujarati News
  • સ્કોડા ઓક્ટેવિઆ માટે હજાર ઇન્કવાયરી

સ્કોડા ઓક્ટેવિઆ માટે હજાર ઇન્કવાયરી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ : સ્કોડા ઇન્ડિયાએ તહેવારો દરમિયાન લોન્ચ કરેલી નવી ઓક્ટેવિઆને ગુજરાતમાં એક હજારથી વધુ ઇન્કવાયરી મળી હોવાનું કંપનીના ચેરમેન અને એમડી સુધીર રાવે જણાવ્યું હતું. તેમણે જણાવ્યું કે સમગ્ર ઉદ્યોગ માગની મંદીની અસર ધરાવે છે. તેના કારણે જ કુલ કાર વેચાણમાં ગુજરાતનો હિ‌સ્સો ૧૦ ટકાનો રહ્યો છે. આ બાબતને ધ્યાનમાં લઇને કંપનીએ ગુજરાતમાં સાત એક્સિક્લુસિવ શોરૂમ્સ શરૂ કર્યા છે.નવેમ્બર-૧૧માં લોન્ચ કરાયેલી રેપિડને ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો છે. કંપનીએ લોન્ચ કરેલી નવી ઓક્ટેવિઆ ૧.૪ ટીએસઆઇની અમદાવાદમાં એક્સ શોરૂમ કિંમત રૂ. ૧૪.૨૬ લાખ રાખવામાં આવી છે. જેના કારણે કંપનીને સારો પ્રતિસાદ મળશે.