• Gujarati News
  • રોબોટ હવે બધાને ઓળખશે

રોબોટ હવે બધાને ઓળખશે

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જાપાનની રાજધાની ટોક્યોમાં ઈલેક્ટ્રોનિક કંપની એનઈસી દ્વારા રજૂ કરવામાં આવેલા રોબોટ પેપેરો પેપિટ’માં સૌ મુલાકાતીઓને વિશેષ રસ જાગ્યો હતો. ૨૪ સેન્ટીમીટર લાંબા અને ૧.૩ કિલોગ્રામ વજનનો આ રોબોટ જોવામાં ઘણો સામાન્ય છે પરંતુ તેમાં એક નાનો કેમેરા, માઈક્રોફોન અને સેન્સર લાગેલા હોવાથી તે પોતાની આસપાસના લોકોને ઓળખી તેમની સાથે સંપર્ક પણ સાધી શકે છે. કંપનીના જણાવ્યા અનુસાર આ રોબોટ લોકોની તસવીરો અને અવાજ પરથી તેને ઓળખે છે. આગામી જાન્યુઆરીમાં આ રોબોટ બજારમાં આવે તેવી શક્યતા છે.