• Gujarati News
  • ((સંદીપ))ૃચ્ ’((કેપ)) કોંગ્રેસના નેતા શંકરસિંહ વાઘેલાના મોદી અને ભાજપ પર પ્રહારૃચ્ ’((હેડિંગ)) ઇન્ડિય

((સંદીપ))ૃચ્/’((કેપ)) કોંગ્રેસના નેતા શંકરસિંહ વાઘેલાના મોદી અને ભાજપ પર પ્રહારૃચ્/’((હેડિંગ)) ઇન્ડિયન મુજાહિ‌દ્દીનને ભાજપ નાણાકીય મદદ કરે છે

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ . અમદાવાદ
ભાજપ અને મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની નીતિ વિધ્વંશકની છે અને ગોધરા કાંડથી પટના બ્લાસ્ટ સુધીની ઘટનાઓ ઇન્ડિયન મુજાહિ‌દ્દીન ((આઇએમ))ની જ મોડસ ઓપરેન્ડીથી થયા હોવાનો આક્ષેપ વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતા શંકરસિંહ વાઘેલાએ કર્યો છે. ભાજપ આઈએમને નાણાકીય પીઠબળ પૂરું પાડતો હોવાનો આક્ષેપ કરતા તેમણે કહ્યું હતું કે, દેશમાં દર લાખ વ્યક્તિએ નોંધાયેલા ગુનાઓના આંકડા પ્રમાણે ગુનાખોરીમાં ગુજરાત પહેલા ક્રમે છે. હિંદુ મરો, મુસ્લિમ મરો પણ ભાજપનું તરભાણું ભરો’ તેવી આ પક્ષની માનસિકતા છે. બોધગયા અને પટનાના બ્લાસ્ટમાં પણ ગુજરાત કનેક્શન છે. સુરત, હાલોલ-કાલોલ સુધી પટના બ્લાસ્ટની તપાસ પહોંચી હોવાનો ઉલ્લેખ કરી તેમણે પ્રશ્ન કર્યો હતો કે, શું ભાજપ અને મોદીની મહેરબાનીથી આ કાવતરાં ઘડાય છે?
તેમણે નેશનલ ક્રાઇમ બ્યૂરો રેકો‌ર્ડ‌ના આંકડાઓ રજૂ કરતા ઉમેર્યું હતું કે, બિહાર, હરિયાણા, ગોવા, મધ્યપ્રદેશ, ઓરિસ્સા, આંધ્રપ્રદેશ સહિ‌ત સમગ્ર દેશમાં ગુનાખોરી મામલે ગુજરાત આગળ છે. ૨૦૧૨માં મહિ‌લાઓ પર અત્યાચારના રોજ ૨૪ ગુના નોંધાતા હતા. ૨૦૧૩માં જાન્યુઆરીથી મે મહિ‌ના સુધીમાં રોજ ૯ ગુનાનો વધારો થયો છે. ગત વર્ષની સરખામણીમાં મહિ‌લાઓ પરના અત્યાચારના ગુનામાં ૩૭ ટકાનો વધારો આ પાંચ મહિ‌નામાં થયો છે.
--------------
((બોક્સ))
નવા વર્ષમાં મહિ‌લાઓને સલામતી મળે તેવી ઈશ્વરને પ્રાર્થના’: શંકરસિંહ
પત્રકાર પરિષદમાં નૂતન વર્ષની શુભેચ્છા પાઠવતા શંકરસિંહે કહ્યું હતું કે, નવા વર્ષમાં ગુજરાતની મહિ‌લાઓને સલામતી મળે તેવી ઈશ્વરને પ્રાર્થના કરું છું. મહિ‌લાઓના ગળામાંથી સોનાનાં મંગળસૂત્રો-ચેઇન, સોનાની બંગડીઓ સલામત રહે તેવી શુભેચ્છા પાઠવું છું.
-----------------
((બોક્સ))
૨૦૧૨-૧૩ના મહિ‌લા સંબંધી ગુનાખોરીના આંકડા
ગુનાનો પ્રકાર જાન્યુ.-મે ૨૦૧૩ સુધી જાન્યુ.-મે ૨૦૧૨ સુધી તફાવત ટકાવારી
દુષ્કર્મ ૨૭૨ ૧૬પ ૧૦૭ ૬૪.૮પ%„
અપહરણ ૭૪પ પ૧૮ ૧૦૭ ૪૩.૮૨%„
દહેજ ૧૨૧ પ૯ ૬૨ ૧૦પ.૦૮%„
પતિ-તેના સંબંધી દ્વારા અત્યાચાર ૩,૧૨૪ ૨,૩૪૯ ૭૭પ ૩૨.૯૯%„
છેડતી ૪૪૨ ૩૩૧ ૧૧૧ ૩૩.પ૩%„
સેક્સ્યુએલ હેરેસમેન્ટ ૩૮ ૨પ ૧૩ પ૨%„
ઇનમોરલ ટ્રાફિક ૪પ ૧૨ ૩૩ ૨૭પ%„
દહેજ પ્રતિબંધક ધારા હેઠળ ૬૧ ૪૦ ૨૧ પપ%„
-----------------
((બોક્સ)) પોલીસની ઘટ ((૨૦૧૧ના આંકડા પ્રમાણે))
પોલીસ કેટેગરી ટકાવારી
ડીજી, એડિ. ડીજી, આઈજી, ડીઆઈજી ૨૪.૩૨%„
એસએસપી, એસપી, એડિ. એસપી, ડે. એસપી ૩૩.૬૬%„
ઇન્સ્પેક્ટર, એસઆઇ, એએસઆઇ ૦૯.૩૩%„
એએસઆઇની ઓછી રેન્ક ૧૯.૮૯%„
આમ્‌ર્ડ‌ પોલીસ ૦૯.પપ%„
મહિ‌લા પોલીસ ૪૭.૬૦%„
ડેપ્યુટી એસપી ૮૯.૨૨%„
એએસઆઇથી ઇન્સ્પેક્ટર ૬૬.૨૭%„
નીચેનો સ્ટાફ ૨૧.૮૨%„
--------------------
((બોક્સ)) ગુજરાતમાં કાયદો-વ્યવસ્થાની પરિસ્થિતિ
૧૯૯૦ ((કોંગ્રેસ)) ૨૦૧૧ ((ભાજપ)) વધારો
કુલ ગુના ૧,૦૭,૨૬૨ ૨,૨૧,૨૧૨ ૧,૧૩,૯પ૦
દર લાખ વ્યક્તિએ ૨૬૪ ૩૬૬ ૧૦૨
બળાત્કાર ૨૩૬ ૪૦૮ ૧૭૨
અપહરણ ૭૬૧ ૧,૬૬૪ ૯૦૩
------------------
((બોક્સ)) આઈપીસી હેઠળના કુલ ગુનામાં ગુજરાતની સ્થિતિ
રાજ્ય દર લાખ વ્યક્તિએ નોંધાયેલા ગુના
ગુજરાત ૨૦૪.૩૦
બિહાર ૧૩૦.૯૦
જમ્મુ-કાશ્મીર ૧૯પ.૩૦
ઝારખંડ ૧૦૮.૭૦
મહારાષ્ટ્ર ૧૮૨.૩૦
ઓરિસ્સા ૧૪૬.૧૦
પંજાબ ૧૨પ.૯૦
ભારત સરેરાશ ૧૯૨.૨૦