• Gujarati News
  • એક કા તીન કૌભાંડ: અશોક જાડેજાએ કાયમી જામીન માગ્યા

એક કા તીન કૌભાંડ: અશોક જાડેજાએ કાયમી જામીન માગ્યા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ . અમદાવાદ
મકરબા ખાતેથી આચરવામાં આવેલા એક કા તીન કૌભાંડના મુખ્ય સૂત્રધાર અશોક જાડેજાએ કાયમી જામીન મેળવવા ગ્રામ્ય કો‌ર્ટમાં અરજી કરી છે. ગ્રામ્ય કો‌ર્ટના એડિશનલ સેશન્સ જજ કે.કે.ધોળકિયાએ અરજી દાખલ કરી આ અંગેની વધુ સુનાવણી ૧પમી નવેમ્બરના રોજ નિયત કરી છે.
સરખેજ સહિ‌ત દેશના ૧૧ રાજ્યોમાં એક કા તીન કરી આપવાની લાલચ આપી કરોડો રૂપિયાનું ફુલેકું ફેરવનારા આરોપી અશોક જાડેજાએ કાયમી જામીન મેળવવા માટે ગ્રામ્ય કો‌ર્ટમાં અરજી કરી છે. અરજીમાં એવી રજૂઆત કરી છે કે, મારી સામે લગાવેલી કલમો મુજબ મને પાંચ કે સાત વર્ષ સુધીની સજા થઇ શકે છે. જો કે, સજા કરતાં વધુનો સમયની સજા મેં ભોગવી છે. તેથી જામીન આપવા જોઇએ’.